________________ . (66) ઈજમેન્ટ એકટ 7-8-0 . કરીશું; માટે ઉતાવળ નહિ કરે. દાસી ! આજે આ સુંદર પુરૂષ પાસેથી કુમારનાં કુંડળ અને વધા મળી આવ્યાં છે, તેમ કુમાર અને હાર પણ મળી આવશે, આજે તેને હમણું દિવ્ય આપવાનું છે. આ સર્વ સમાચાર રાણીને કહેજે. અને કુમારનાં વસ્ત્ર, તથા કુંડળ તું લઈજા તે રાણને આપજે. આ પ્રમાણે કહી રાજએ વસ્ત્ર, અને કુંડળ દાસીને આપ્યાં. તે લઈને દાસી રાણી પાસે આવી. દાસીએ કુમારનાં વસ્ત્ર તથા કંડળ રાણીને આવ્યાં છે જેમાં રાણી ને ઘણો આનંદ થયો. રાણી–દાસી ! આ વસ્ત્ર તથા કુંડળ કયાંથી મળ્યાં? તથા મારા કહેલા સમાચારને રાજાએ શું ઉત્તર આપે ? - દાસીએ રાજાના કહેવા મુજબ સર્વ વૃત્તાંત જણાવ્યું. હર્ષ થી વ્યાકુલ થયેલી રાણી અનેક સંક૯પ કરવા લાગી. શું તે મારા પુત્રને પ્રિય મિત્ર હશે ? તે અહીં શામાટે આવ્યું હશે ? કુમારનાં સમાચાર દેવા નહિ આવ્યું હોય? અથવા મારા કુમારને મારીને તેનાં આ કુંડલ, વસ્ત્ર આ ને તે નહિ લીધાં હોય ? તે પુરુષને જોવાથી મને વિશેષ ખાત્રી થશે એમ મનથી નિર્ણય કરી રાણીએ દાસીને જણાવ્યું. દાસી તે પુરૂષને જ્યાં દિવ્ય આપવાના છે તે સ્થળે મારે જાવું છે. તે પુરૂષને જોવાથી મને કાંઈક વિશેષ નિર્ણય થશે. માટે ત્યાં જવાની બધી સામગ્રી તૈયાર કર. - રાણી ના કહ્યા મુજબ સવ સામગ્રી દાસીએ તૈયાર કરી, એટલે પાવતી રાણી પિતાના પરિવાર સાથે ધનંજય યક્ષના મંદિરમાં આવી. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust