________________ (17) ગાંડા માણસને એક 02-0 વહન થઈ રહી છે. કિનારા પર ધનંજયયક્ષનુ મંદિર છે. તે મંદરથી થોડે જ છેટે એક વિશાળ ઘટાદાર વડવૃક્ષ શોભી રહ્યો છે. શાખા પ્રશાખાથી વિસ્તાર પામેલા તે વડ વૃક્ષને નીચે સંખ્યા - બંધ મનુષ્ય અને જનાવર વિશ્રાંતિ લે છે. આ વડ વૃક્ષની મજબૂત શાખા સાથે લટકાવીને ત્રીજા દિવસઉપર એક લેહ ખુરા નામના ચોરને રાજાની આજ્ઞાથી મારી નાખવામાં આવ્યું હતો તે ચેરની નજીકની બે શાખાઓના મધ્યમાં એક યુવાન પુરૂષ ઉંધે માથે લટકતો હતો. તેના બે પગ, બે શાખા સાથે મજબૂત બાંધવામાં આવ્યા હતા, તે પુરૂષને એટલું બધું દુઃખ થતું હતું કે તે એક શબ્દ પણ મુખથી બોલી શકતો નહોતો; તેમ શ્વાસોશ્વાસ પણ ઘણા કષ્ટથી લેતો હતો. કેટલાક પથિકો આપસમાં વર્તાલાપ કરતા હતા. મહારા જા સુરપાળ તથા પદમાવતી રાણી, પુત્રવિયેગથી આજે ભૂગુપાત કરી મશ્વા માટે પહાડ તરફ હમણાં ગયાં છે. મહાબળકુમારનો બીલકુલ પત્તો મળતો નથી. આપણી પ્રજા આજે નિર્ણોથ થશે. ઈત્યાદિ વાર્તાલાપ કરતા તેઓ તે વડની નીચે આવ્યા. ત્રીજા દિવસ પર લટકાવીને મારી નંખાવેલા ચારના શરીર તરફ તેઓએ નજર કરી, એટલામાં તેના નજીક ભગમાં ઉધે મસ્તકે લટકતા યુવાન પુરૂષપર તેઓની નજર પડી. અરે વળી આ પુરૂષ કોણ ? શું તે જીવતો દેખાય છે? જુવે તોખરા તે ઘણી મહેનતે શ્વાસોશ્વાસ લઈ શકે છે. નજીકમાં જઈ એક પુરુષે બારીક દૃષ્ટિથી જોયું જોતાં જ તે બોલી ઉઠે. અરે આતો મહાબળ કુમાર છે. જેના વિયેગથી રાજા, રાણી હમણાંજ અલંબાદ્રિ તરફ મરવા માટે ગયાં છે. અરે ! દોડે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust