________________ (92) નીધી નક્ષેપ એટ 0-2-6 ~~ ~ ~ ~~ ~~ તેના મંદિરમાં ગઈ. આપસમાં અમારી ગાઢ પ્રીતિ બંધાઈ. મારું મન તે સર્વથા તેનામાંજ વશી રહ્યું. અને અન્ય વિશ્વાસ બંધાયેલ હોવાથી, નગર લુંટીને લાવેલી સર્વ લક્ષમી તેણે મને બહુ માન અને પ્રીતિ પૂર્વક બતાવી. મેં પણ મારું, નામ, ઠામ વિગેરે તેને જણાવ્યું. બે પિયેર પર્યત મારી પાસે રહી, કોઈ કાર્ય પ્રસંગે તે શહેરમાં આવ્યું. રાજપુરૂષોએ તેને ઓળખી, છળ, પ્રપંચથી પકડી રાજાને સ્વાધીન કર્યો. રાજાએ તેને વડના ઝાડ સાથે લટકાવી મારી નંખા. એ અવસરે તેની રાહ જોતી હું પહાડનાં શિખર ઉપર ઉભી હતી. મારે મેળાપ થતાં જ, છેડા વખતમાં તેની આ દશા થયેલી જોઈ મને ઘણું દુઃખ લાગ્યું. રાત્રિએ હું તેની પાસે આવી, શોકથી રૂદન કરતી હતી. તે અવસરે તમે ત્યાં આવી, મારા દુઃખનું કારણ પૂછ્યું. ત્યાર પછી સર્વ વૃત્તાંત આપના જાણવામાં છે. આ પ્રમાણે મેં મારું જીવનચરિત્ર તમને કહી સંભળાવ્યું. iaa રાજકુમાર ! તમે મારી સાથે ચાલે. તે સ્થાન હું તમને બતાવું. ત્યાં ઘણું દ્રવ્ય ભરેલું છે. જેનું હોય તેનું તેને પાછું આપે. મને એકલીને તેટલા દ્રવ્યની કાંઈ જરૂર નથી. વળી ગુમ વૈભવ ભગવતાં રાજપુને ખબર પડે તે જે ચોરની દશા થઈ તે મારી દશા થાય. માટે જ મને તે દ્રવ્યની કાંઈ જરૂરીઆત નથી. * મહાબળ તે સ્ત્રીને સુરપાળ રાજાની પાસે લઈ ગયે, અને તેની જરૂર જેટલી બીનાથી રાજાને વાકેફ કર્યો. ' - રાજા તે સ્ત્રીને આગળ કરી, કેટલાએક મનુષ્યો ને સાથે લઈ તે પહાડમાં ગર્યો. ત્યાં તે સ્ત્રીએ મોટા મોટા ખજાના બ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust