________________ કરારને કાયદો ટીકા વાળ 4-0-0 (151 ) મારા સ્વામીની આજ્ઞા થતાં, ચંદનાદિકે વિલેપન કરી, તે ઝાડના પોલાણમાંથી મળેલાં કુંડળ, અને દુકુળાદિ મેં પહેર્યા. કનકવતી પાસેથી મળેલ હાર અને કંચે તે પણ પહેરી લીધે તથા હાથમાં વરમાળા લઈ તે કાણના દળમાં હું પેઠી. મારા સ્વામીએ મને જણાવ્યું, " તારે ધીરજ રાખવી. આ કામ આ પ્રમાણે થશે. તારે આ પ્રમાણે કરવું. સ્વયંવર મંડપમાં હું વીણા બજાવીશ. વીણું સાંભળ્યા બાદ અંદર સ્થાપના કરેલી ખીલી તારે ખેંચી લેવી. ' ઇત્યાદિ શિક્ષા આપી, વિશેષ વખત ઠંડક રહે તેવી વસ્તુ પાસે મૂકી તે દળના ઉપર બીજું દળ ચડાવી દીધું, અટલે મેં અંદરથી ખીલીની ચાંપ ચડાવી દીધી. - ત્યાર પછી શું બન્યું તે વાત, ગર્ભગત જીવની માફક હું જાણતી નથી.. મલયાસુંદરી, મહાબલ તરફ નજર કરી બેલી, નાથ ! ત્યાર પછીની બનેલી હકીકત આપ મને જણાવશો.' ' - મહાબળ–પ્રિયા ! ત્યાર પછી તે સ્થભ, સુંદર, રંગ, બેરંગી વર્ણો અને સુંદર ચિત્રોથી મેં એવી રીતે રંગે અને ચિતર્યો. કે તેની સાં બીલકુલ જણાવા ન લાગી. બાકીની રંગાદિ વ-: તુ ગેળા નદીમાં ફેંકી દીધી. એ અવસરે મંજુષાને મંદિરની પાછળ મૂકીને ગામમાં ગયેલા ચારે, કેટલેક ચેરીને માલ લઈ પાછા ત્યાં આવ્યા.' મંજુષાસહિત તે ચોરને શોધતા તેઓ આજુબાજુ ફરવા લાગ્યા. મેં તેમને તેમના સંકેત પ્રમાણે બોલાવ્યા. તે ચરે મારી પાસે આવ્યા, અને વિશ્વાસ પામેલા હોય તેમ મને પૂછવા લાગ્યા કેઅહી મંજુષા સહિત એક ચેર હતું તે કયાં ગયે ? મેં તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust