________________ ( 15 ) પુરાવાને કાયદે વગર ટીકાને 0-12-0 - વેગવતી ! મેં મારા સ્વામીને આવીને તરતજ જણાવ્યું કે, આપને પતિપણે સ્વીકાર કરવા માટે કનકવતી તે હાર લઈને હમણું આવી પહોંચશે.. તે મારા સ્વામીએ જણાવ્યું અરે ! આ તું શું બોલી ? આવી નીચ સ્ત્રી સાથે વાત કરવી તે પણ મને ઉચિત નથી, તે સ્ત્રી કરવાની વાત જ શી ? ઈત્યાદિ વાતચિત્ત કરી તેઓ, એક બાજુ છુપી રીતે જઈ ઉભા રહ્યા. એટલામાં કનકવતી પણ આવી પહોંચી. મેં તેને બોલાવી કે અહીં આવ, અને હમણાં બોલ્યા ચાલ્યા સિવાય માનપણે ઉભી રહે, કેમકે અહીં ચેર ઉભા છે. તારી પાસે જે કાંઈ વસ્તુ હોય તે મને સેંપી દે. ચેરના ભયથી હું તેનું રક્ષણ કરૂં. મારા કહેવાથી તેની પાસે જે કાંઈ હતું તે સર્વ મને તેણે સેંપી દીધું. મેં તે પિટલી તપાસી, તેમાંથી એક લક્ષમીપુંજહાર અને એક કંચ કાઢી લીધું અને બાકીનો સામાન તે ચેરના માલની ખાલી પડેલી મંજુષામાં મૂળે કનકવતી ને ફરી જણાવ્યું કે આ ચાર અહીંથી જાય નહિ ત્યાં સુધી તું આ મંજુષામાં પેસી જા. કુર હૃદયની પણ કાયર સ્વભાવ વાળી કનકવતીએ તેમ કરવું કબુલ કર્યું. તે મંજુષામાં પેઠી એટલે મેં બહારથી પેટી બંધ કરી તાળું વાસી દીધું. ત્યાર પછી મારા સ્વામીને બેલાવી, તે પિટી અમે ઉપાડી, અને નજીકમાં વહન થતી ગોળા નદીમાં પધરાવી દીધી. ત્યાર પછી મારા કપાળમાં રહેલું તિલક મારા સ્વામીએ પોતાના નિયુતે (થુંકથી) સુંશી નાંખ્યું કે તત્કાળ મારૂં મૂળ સ્વરૂપ થઈ ગયું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust