________________ પીનલડ વગર ટીકાનો સુધારા સાથે 1-0-0 ( 15 ) ખબર ન પડી. હાસ્યમાં મેં તેને કહ્યું કે, તું મારું શરીર સંવાહન કર (દબાવ) હું તને કાંઈક આપીશ. તે માણસ સંવાહન કરવામાં ઘણો કુશળ નીકળે. મારા શરીરને એવી રીતે તેણે સંમદિત કર્યું કે મારો થાક બધે દૂર થયે. હું ઘણી ખુશી થઈ, તેને જમવા માટે મેં આગ્રહ કર્યો. તેણે જણાવ્યું કે, મને જમવાની જરૂર નથી. તે મને કાંઈક આપવાનું કહ્યું છે માટે તે કાંઈંક આપ. મેં તેને વસ્ત્ર, ધન ઈત્યાદિ આપવા માંડયું. પણ તે ધુત્ત, તે માંહીવું કાંઈ લેતું નથી, અને કાંઈક આપ, તેની માગણી કરે છે. કાંઈક તે શું ? તેની મને સમજ પડતી નથી. આ કારણથી તેણે મને અહીં પકડી રાખી છે. તે જ નથી અને મને જવા પણ દેતો નથી. . ' હાલા! એ અવસરે મેં વિચાર્યું કે, વેશ્યા અત્યારે આપત્તિમાં આવેલી છે. આમાંથી તેનો ઉદ્ધાર કરવામાં આવે તો મારું કાર્ય જલદી સિદ્ધ થાય. એમ ધારી મેં મગધાને કાનમાં કાંઈક વાત જણાવી. ત્યાર પછી તે બન્નેને મેં જણાવ્યું કે? તમે ભોજન કરો. મારી પાસે ત્રીજા પહેરે આવજે, અવહ્યું હું તમારો વિવાદ દૂર કરી આપીશ, મહાબળપ્રિયા ! આ તેમને વિવાદ મહાન વિષમ છે; તેનું સમાધાન તે કવી રીતે કરી આપ્યું? .. મલયાસુંદરી–સ્વામીનાથ ! તે હું આપને જણાવું છું, માર્ગથી ચાલતાં થાકી ગયેલી હું તે ત્યાં જ સુઈ ગઈ. ત્રીજા પહેરે તે બંને જણ મારી પાસે આવ્યાં. મગધાએ મને ઉઠા. મેં ગુપ્ત રીતે દેવકુળમાં એક ઘડો મૂકાવ્યું અને લોકોને સાક્ષી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust