________________ જસેવિજયજી કૃત વીસી. 0-2-0 (77) કે, " આ રાજાની રાણું હશે કે તેની બહેન હશે ? આવાં ભયવાળા સ્થાનમાં પેસીને મનને સ્વાધીન ન રાખતાં સ્વતંત્ર ( છુટું ) મૂકવામાં આવે, અથવા પરસ્ત્રી, માં આસક્તિ કરવામાં આવે તે, સ્વદાર સંતોષવ્રત કેવી રીતે રહે? તેમજ ઈષ્ટકાર્યની સિદ્ધિ પણ કેમ બને ? વળી આ સ્ત્રીના અવયવે પરથી સ્પષ્ટ સમજાય છે કે, આ કોઈની સ્ત્રી છે. માટે મારે તેના તરફ પ્રીતિ ન કરતાં સાવધાન રહેવું જોઈએ. હું અહીં મલયાસુંદરીની ' પાસે જવા આવ્યો છું. તે પણ તેનું હરણ કરવા માટે નહિ; તેમ તેની સાથે અનાચાર સેવવા માટે પણ નહિ; કેવળ તેના પ્રશ્નને ઉત્તર આપવા આવ્યો છું. તેમજ તે હજી કુમારી છે તેની સાથે નેહબંધન થાય તો પણ તેનાં માતા, પિતાની સમ્મતિ સિવાય હું કદી તેની સાથે લગ્ન કરનાર નથી. જ્યારે કુમારી સ્ત્રી તરફ પણ મારી આવી દ્રઢ લાગણી છે, તે પરણેલી પરસ્ત્રી તરફ તે મારું મન બીલકુલ નજ ખેંચાવું જોઈએ.” - ઈત્યાદિ વિચાર કરી કુમારે સમયાનુસાર કાર્ય સિદ્ધ કરી લેવા માટે રાણી કનકવતીને જણાવ્યું. . હું મયાસુંદરી માટે કાંઈ વસ્તુ લઈને આવ્યો છું. તે [ મને મલયાસુંદરીનું નિવાસસ્થાન બતાવે. મલયાસુંદરી કયાં રહે છે ? હું તેની પાસેથી પાછા ફરીશ; એ અવસરે તમે જેમ કહેશે તેમ કરીશ. હમણાં મને તેની પાસે જવાનો રસ્તો બતાવે. | કનકવતીએ કુમારનું કહેવું માન્ય રાખી, નજીકના દાદર ઉપર થઈ મલયાસુંદરીના મેહેલમાં જવાને રર બતાવ્યું. કમાર માળ ઉપર ચડી ગયે કે, રાજપત્ની કનકવતી હળવે હળવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust