________________
મનુષ્ય અને મહાવીર ખુલેલાં થશે અને તેથી તે મહાવીર પરમાત્માની ભકિત કરશે,આરાધના કરશેઅને વીરપ્રભુને પિતાની નજદીકમાં જોઈ શકશે. અનાદિ અને આ દશ્યસત્યતાની દુનીઆમાં જ્યાં આપણે શ્રેષ્ટપ્રાણું તરીકે રહીએ છીએ, ત્યાં મનુષ્યને ઉડવાને ઘણું ઉંચી જગ્યાઓ છે, અવનત મનુષ્યત્વમાં થી ઉન્નત થવાને ઘણું છુપા માગે છે કે જે વિચારવંત પ્રાણીઓ મેળવી શકે છે. જોકે ગમે તેવી શોધથી આપણે પરમાત્માને શોધી શકીએ નહિ, વળી જે કે પવિત્ર નૈતિક કાયદાની ખાત્રી છે કે અમરપદનું સ્વપ્ન ગમે તેવા પ્રયત્નથી અને માનષિક વિવેક બુદ્ધિથી અપ્રાપ્તવ્ય છે તે પણ મનુષ્યના સ્વભાવના બંધારણમાં એટલું બધું દૈવિક તત્વ રહેલું છે, તેના અંતઃકરણ પર એવા સ્વચ્છ નૈતિક ધારણની છાપ પડેલી છે, જગતના અંતઃકરણમાં અમરપણું પાછળ એટલી બધી મજબુત અને ઉંડી લાગણી તથા ઈચ્છા શાંતપણે રહે લી છે કે મહાવીર પરમાત્મા જાગૃત થએલા આત્મામાં પિતાના સર્વ માન્ય ઉપદેશને તાત્કાલિક બદલે અને પ્રમાણ જોઈ શકતા. તેથી કરીને દેવિક સત્ય કે મનુષ્યની વિવેક બુદ્ધિ શધિ શકતી નથી તે પણ તેની સાથે તેને ઘણે નિકટને સંબંધ છે, જોકે તે માનવ હદય સુધી પહોંચી શકતું નથી તે પણ તેના નિયમ અને ધોરણે ઘણું ખાત્રી આપે છે, મનુષ્ય મુખથી તેને બોલી શકતા નથી તેપણ મહાવીર જે રૂપે મનુષ્યને સત્ય સમજાવે છે, તે રીતે તેઓ તેને તાદશ ગ્રહણ કરી શકે છે.
વળી મનુષ્ય અંતકરણને સર્વ માન્ય સિદ્ધાંતની આપોઆપ પ્રતીતિ થાય છે એમ નક્કી કરવામાં આપણે તે સત્ય શોધવાની શકિત મનુષ્યમાં નથી એમ કબુલ કરીએ છીએ એટલું જ નહિ પણ અંતઃકરણ તેની અપૂર્ણ અને અશાંત સ્થતિમાં તે સત્યની શોધ થયા પછી પણ તેને સંપૂર્ણપણે ઓળખવાને અને વિસ્તારવાને ચગ્ય તાવાળું હોય છે એમ પણ કહી શકાય નહિ. એટલું તે કબુલ કરી શકાય કે માણસનું હૃદય જે પવિત્ર અને પૂર્ણ સ્થિતિવાળું હોયતે મહાવીરના અંતઃકરણની સાથે તે જોડાઈ શકે છે અને તેના પવિત્ર વચનને પડે પવિત્ર અંતઃકરણમાં પડી શકે છે. ૫રંતુ મનુષ્યનું અંતકરણ પવિત્ર અને પૂર્ણ હોતું નથી, તે. મની વિવેક બુદ્ધિ ઝાંખી અને રજુ ન થઈ શકે તેવી થઈ ગઈ હોય