Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 146
________________ ૧૩૨ મહાવીર પ્રકાશ. ઈચ્છા હતી. પાપીને પણ તેઓ માયાળુપણે બેલાવતા અને તેની યેગ્યતા પ્રમાણે તેને ખરા માર્ગમાં લઈ જતા હતા. હવે આ ઉપરથી સમજી શકાય છે કે મહાવીર પ્રભુની લાગછે અને તેમણે સહન કરેલા દુઃખે કુદરતના ત્રણ ઉમદાપણાની નિ શાની છે અને તેના બની શકે તેટલા ભાગીદાર થવામાં મનુષ્યને શરમ નથી પણ મહત્વતા છે. જો કે મહાવીર પ્રભુના મહાન દુઃખના ભાગીદાર થવાને તેને કોઈપણ અનુયાયીઓને માટે અશકય હતું તે પણ તેવા પ્રકારની ઉંડી લાગણીથી દિલગીરી ઉત્પન્ન થાય તે પણ પિતાને જાતી ભેગ આપવાની સારી તૈયારી કરેલીજ ગણાય કારણ કે દરેક ગેરવિશ્વાસના કાર્યમાં તેઓ વીરપ્રભુમાં દૂરથી પણ પૂર્ણ શ્ર દ્ધા ઉત્પન્ન કરવા કરાવવાને તત્પર હોય છે. સામાન્ય વિચારથી મહા વીરના દુઃખે ગમે તેટલું જુદાપણું બતાવે છે તો પણ તેમાં કેટલા એક એવા વિચારે છે કે જેથી મનુષ્ય અને મહાવીર સંબંધ આ બાબતમાં ઘણે નજીક લાવી શકાય. તે વર પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા રાખવાથી મનુષ્ય પિતાના પાપકર્મથી છૂટે થાય છે એટલું જ નહિ પરંતુ તે મહાન આત્માની સાથે મનુષ્ય એટલા બધા સહાનુભૂતી વાળા થાય છે કે જેથી કરીને તેઓ પાપકર્મની આંખે થઈને તેમાં ફતેહમંદ થાય છે. તેથી કરીને મહાવીરના જીવનનું જેટલું અનુકરણ થઈ શકે અને તેના દુઃખના ભાગી થઈ શકાય તેટલું હિતકર અને આનંદને ઉત્પન્ન કરનારું છે તમારે એક સામાન્ય સત્યને વળગી રે હેવું કે તમારામાં પણ મહાવીરપણું છે. મહાવીરના દુઃખના વખતમાં એટલે કલ્યાણનો માર્ગ છે તેટલે બીજા મનુષ્યના ગમે તેવા સુખના પ્રસંગમાં રહેવાથી ર ળી શકશે નહિ. સાંસારિક સ્નેહ પણ આપણને શીખવે છે કે પ્રીતિવાળું હદય દરિદ્રતા અને મુશ્કેલીથી કંટાળ્યા વગર ઘણાઓને સહાય કરે છે. તેમજ વળી બધા નમ્રતા અને જીંદગીના સુખવાળું જીવન ગાળે એવી ચાહના રાખે છે. સા માન્ય મનુષ્યને માટે જ્યારે એ પ્રમાણે છે ત્યારે જે વીરપ્રભુને આપછે અતિ ઘણું પૂજ્યભાવથી માનીએ છીએ અને જેએનું જીવન પારમાર્થિક અને નિઃસ્વાર્થ છે તેના પગલે ચાલવાને, તેના દુઃખના ભાગીદાર થવાને કેટલી વિશેષ ઉંડી લાગણી અને ખુશાલી થાય?

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151