Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 148
________________ ૧૩૪ મહાવીર પ્રકાશ. નુષ્યને ઉડી લાગણી અને દુઃખથી અનેક વિચારોની પરંપરાઓ ઉત્પન્ન થશે. યાદ રાખવું કે બાળકના આનંદના ભાગીદાર થવા કરતાં આ દુનિઆ છેડી ગએલા મહાન પુરૂના દુઃખના જવાબદાર થવું વધારે સારું છે. કેટલાક એવા નકામા અને ખાટી મેટાઈવાળા માણસ છે કે જેઓ, કઠોરતા અને સ્વાથી પણાને વશ થઈને પશુની ઉપમાને ગ્ય પિતાનું જીવન કરી દે છે, અને જગતમાં જે નાશકારક મેહિની છે, તે તેમને અંધ બનાવી ખરા માર્ગ પર આવતા અટકાવે છે. જેઓ એક વખત દરિદ્રી હશે તેઓ બીજી વખત રાજા થશે પરંતુ મહાવીર પ્રભુએ જે રાજ્યપદ મેળવ્યું છે તેની સરખામણી ચક્રવર્તીના કરેડે વર્ષના રાજ્ય સાથે પણ થઈ શકે તેમ નથી. તે રાજ્યને કદી અંત આવવાને નથી માટે મહાવીરની પેઠે આપણે દુઃખ સહ.. ક. રીશું તે મહાવીરના જેવું જ રાજ્યપદ ભોગવીશું. તેના જેવા દુઃખથી આપણી પણ તેના જેવી જ મહત્ત્વતા થશે. પવિત્ર અને બંધ વગરના દુઃખ સહન કરવાની તમારી ગ્યતા તમારી પરમપદને પ્રાપ્ત કરવાની રેગ્યતાનો પુરા અને પ્રમાણ છે. કઠેર સુર સાંભળીને જે કાન વધારે દુઃખિત થયેલા હોય છે તેજ કર્ણ મધુર સ્વરને સિાથી વિશેષ આનંદ અનુભવી શકે છે. જે હૃદયમાં દુશ્મનનાં દૂરના ઘણું ઊંડા ઘા લાગેલા હોય છે તેઓજ ખરી મિત્રતાના પ્રેમને ખરે આનંદ અનુભવી શકે છે. આ અપૂર્ણ અને ઈદ્રજાળ જેવા જગતમાં આ ત્માને જે જુલમ અને સંતાપ સહન કરવા પડે તે એક એવું શાંત ભવિષ્ય અને ન કહી શકાય તેવા આનંદનું ચેકસ ધારણ દર્શાવે છે કે જે બીજી પર્ણ અને સત્યતાવાળી દુનિઆમાં સંપૂર્ણ ફતેહમંદીથી આ સંસારને દુઃખી આત્મા પરમસુખને અનુભવી શકે છે. પાપ કર્મના ન રોકી શકાય તેવા સ્પર્શથી તમને જે દુઃખ થતું હોય તે પરથી તમે તમારા ચળકતા ભવિષ્યનું અનુમાન કરી શકશે. જ્યારે તમે આ દુનિઓના અતિશે દુઃખ સહન કરી મુક્ત થશે અને મિશ્રિત ભાવ વગરના શુદ્ધ પ્રેમ અને પવિત્રતાના વાતાવરણમાં તમે આ વશે, જ્યારે પાપકર્મનું નામ કે નિશાન રહેવા પામશે નહિ, ત્યારે તમે સમજી શકશે કે પાપકર્મના દુઃખને સહન કરવું તે હમેશના

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151