Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 147
________________ મહાવીરને દુ માં મનુષ્યોને ભાગ. અને જો તે મિશ્રિત પ્રેમ, માન અને પૂજ્યભાવ કે જે મનુષ્યના હૃદયમાં ઘણી શ્રેષ્ઠ રીતે હેઈ શકે છે, જે મહાવીર પ્રભુની ભક્તિ તમાર છુપા આત્મામાં ઓતપ્રેત થએલી હેય, તે જે માર્ગથી મહાવીર પ્રભુએ કર્મશત્રુના ચૂરેચૂરા કરી નાખ્યા તેને અનુભવ તમને મળ વાથી તમારા ગમે તેવા દિલગીરીના પ્રસંગમાં તમને કેટલે આ શ્ચર્યકારક હર્ષ ઉત્પન્ન થશે ? મનુષ્યથી મહાવીરના જેવું ન બને એ મ માની કદાચ ઉપરની હકીક્ત અતિશકિતવાળી લાગતી હશે તે પણ એટલું તે નકકી છે કે ઘણું અંતઃકરણમાં કુદરતી રીતે સત્ય લાગણી ઉછળતી હોય છે અને તેવા માણસે મરતી વખતે પણ કાંઈપણ અધીરાઈ વગર એટલું જ કહે છે કે “મારા કર્મના દુઃખ મા રેજ ગવવા જોઈએ માટે જેટલું દુઃખ આવવાનું હોય તેટલુંભલે આવે, તે સહન કરવામાં જ મારું કલ્યાણ છે” તમે મહાવીર પ્રભુના દુઃખના જેટલે અંશે વિશેષ ભાગીદાર થઈ શકે તેટલે તમે વિશેષ આનંદ માને. કારણકે મહાવીરના જે ઉપસર્ગોની હકીક્ત આપણે જાણીએ છીએ તે મહાન આત્માની એક મજબુત સાબીતી છે. ઉચ્ચપદ પ્રાપ્ત કરવાની જે ગુપ્ત ની છે, તેમાં ખુશાલી અને સુખ એ ઉમદા સ્વભાવની ખરી નિશાની નથી. ઘણું ખુશાલીના ખુશનુમાં પ્રકાશ કરતાં મનુષ્ય પ્રકૃતિને ઉચ્ચપદ તરફ દોરી જનાર ઘણું ઊંડું કારણ દુઃખ અને દીલગીરી છે ઘણાં આનંદ કરતાં ઘણું દુઃખ બીજી દુનિઓમાં શ્રેષ્ઠપ. દને આપનારું છે. દૈવિક નિરાશાના ઊંડાણમાંથી ઘણી વખતે આં. સુઓના વરસાદ વરસે છે. ને દુઃખ, કલેશ, અને કાળ કષ્ટને સહન કરવાથી મહાન તીર્થકર મહાવીર પ્રભુ જેવા પોતાના આત્માને મુક્ત કરી શક્યા તે દુઃખ વિષે વિચાર કરતાં એમ જણાય છે કે સુખ અને શાંતિથી મહાન પદ મળે એવું કુદરતનું બંધારણ જ નથી. આજ પણ આ જગની સપાટી પર એવા દુઃખી અને દિલગીરીના પ્રસંગે મળી શકે છે કે, જે પરથી વિચારવંત મનુષ્યને ઘણા આશ્ચર્યની સાથે એવા નિશ્ચયપર આવવું પડે છે કે મોટા થનારાઓ લગભગ બધા દુઃખ અને સંતાપનેજ આભારી છે. શ્મશાન ભૂમિને વિષે એક બાળક વિચાર વગર આનંદથી રમશે, પણ વિચારવંત -

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151