________________
વિર પરમાત્માના અદશ્ય સ્વરૂપની દમ પ્રતીતિ. ૮૯ પડી શકે નહિ, કુદરત તેમ કરવાને અશકત છે. તે પણ જે કે રૂપીપદાર્થમાં અરૂપીનું સ્વરૂપ આવી શકે નહિ તે છતાં સંપૂર્ણ પવિત્ર આત્મા તેને ખ્યાલ આપવાને સાથી ઉમદા પ્રકારનું અને સર્વે ત્તમ સાધન થઈ પડે છે તેવું શ્રેષ્ઠ સાધનતે શ્રી વિરપરમાત્મા હતા. મહાવીરના મહાન પવિત્ર જીવનમાં પરમાત્માની મૂર્તિ હોવાનું પ્રતીત થઈ શકે એમાં શંકા જેવું કશું નથી. આત્માનું સ્વરૂપ આત્મિક પદાર્થમાંજ તાદશ આવી શકે પદાર્થની તસબીર પદાર્થપરજ પાડી શકાય. માનસિક અને નૈતિક મહત્ત્વતાનું પ્રતિબિંબ મનવડેજ જાણી શકાય. સૂર્ય, સમુદ્ર, પવન અને આકાશ વિગેરેમાં અકળ કળા હોવાથી તેને પરમામાને અંશ કદાચ કહી શકાય પરંતુ તેનું ખરૂં પ્રતિબિંબ તે જીવનવાળા વિચારવાળા પવિત્ર આત્મામાંજ પડી શકે. કારણ આતમા તેજ પરમાત્મા એવું શાસ્ત્રીય વચન છે. પરમાત્માની છેક નજીક તે વીરપ્રભુનું જીવન હોવાથી પરમાત્માની ખરી પ્રતીતિ તેમ ના જીવનમાંથી જેની પ્રતીત થઈ શકે તેવી સાધારણ મનુષ્પાત્મામાંથી થઈ શકે નહિ મનુષ્પાકારેજ પરમાત્મપદ મળી શકે છે અને તેથી પરમાત્માની મનુષ્ય આકારની મૂર્તિ પૂજનિક છે. અને તેથી જે પરમામાત્મા
. ત્મા આપણને યાદ આવે છે તેમનું તાદશ સ્વરૂપ મહાવીરના મનુ
" ખ્ય જીવન અને વર્તનમાંથી જેટલું સ્વચ્છ જોઈ શકાય છે. તેટલું બીજા કશામાંથી જોઈ શકાતું નથી.
પરંતુ સઘળી મનુષ્ય વ્યકિતઓના સામાન્ય સ્વરૂપમાં આત્માનું રણ મલિન થઈ ગએલું, ઝાખુ પડી ગએલું અને ઉલટું રૂપ બતાવે તેવું થઈ ગયું છે, તેથી સ્વર્ગીય પ્રકાશ તેમની મારફત ઝળકી શકે નહિ અને કદાચ પ્રકાશ પડે તે પણ ઘણેજ ઝાંખો અને ત્રુટક પડે. હજારો અને લાખ વરસે કોઈ વ્યકિત તેવી જન્મ લે છે કે જે ને આત્મા પરમાત્માનું પ્રતિબિગ ગ્રહણ કરીશ કે તે હોય છે. આ અવસર્પિકાળમાં છેલી તેવી મનુષ્ય વ્યક્તિ શ્રી વીરપુરમાત્માની છે કે, જેના પ્રભાવ અને ઉત્તમ જીવનથી અનેક જીવે સંસારથી મુકત થઈ શક્યા છે. અદ્વિતીય પ્રકારના જ્ઞાનમાં, શુદ્ધ ૫વિતામાં, નમ્રતા, સમતા, પ્રેમ અને નિર્દોષપણાના જીવનમાં તે વીર પ્રભુ પરમાત્માનું દર્શન કરાવવાને એક આરસ જેવું સાધન હતું. તેના આશ્ચર્યકારક જીવનના ઇતિહાસનું જેમ જેમ આપણે
M. P–12.