Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 140
________________ ૧૨૬ મહાવીર પ્રકાશ. ઓછા થતા જાય છે, પાપના નજીકના સંબંધથી આપણે ચેતીને વધારેને વધારે દૂર રહેતા જઈએ છીએ અને તેથી આપણે દુઃખી દબાણના પ્રસંગમાં અને જગતુના દૂષિત નીતિના વાતાવરણમાં આપણે આગ ળને આગળ વધતા જશું અને મહાવીરના દુઃખના ભાગીદાર બનતા જશું. પવિત્ર હદયના અને કોમળ અંતઃકરણના સ્ત્રી પુરૂષને કઈ બિભત્સ વિચારથી ભરેલું પુસ્તક વાંચવાની ફરજ પાડવી તે તેને અને સહ્ય થઈ પડશે તે પછી જેઓને પાપ પ્રત્યે તિરસ્કાર છે તેમને પાપકર્મના જીદગી સુધીના માત્ર શબ્દથી નહિ પણ દરેક કાર્યમાં પણ પરિચય અને સંબંધમાં આવવું પડતું હોય તે ગમે તેવા શારી રિક ત્રાસ કરતા તેને એ દુઃખ કેટલું અસહ્ય અને ભયંકર લાગશે? પરંતુ આવી જાતની કલ્પનાવાળે દાખલો પાપમય જગતમાં મહાવીરની સ્થિતિ વિશે આપણને ખાત્રી કરાવવામાં માત્ર મદદરૂપ થાય કારણકે તે મહાવીર પ્રભુની પવિત્રતા સંપૂર્ણજ્ઞાનવાળી અને ગમે તેવા પવિત્ર મનુષ્ય કરતાં પાપ તરફ વધારે ધિકાર બતાવનારી હતી એટલું જ નહી પણ આ દુનીઆના પાપ વિષેનું તેનું લક્ષ ઘણુ જ સૂક્ષ્મ અને તરત જાણી લેવાની શકિતવાળું હતું તેની હાજરીથી જ પાપ જાણે પિતાના સઘળા જોરથી ઉછળ્યું હોય તેમ જગને તેને પિતાના અને બીજાના દુઃખેથી ખળભળાવી દીધું હતું. મનુધ્યની દુષ્ટ લાગણીઓ પણ એવા ઘેર પાપકર્મ તરફ ધિક્કાર બતાવ્યા વગર રહી શકી નથી. મનુષ્યના અધમ આત્માઓમાં વર અને દુર્ગ થી ભરેલું નર્ક જાણે સાથે મળીને ભયંકર રીતે મહાવીર પ્રભુની સામે ઉલટી પડયું હોય તેમ પાપકર્મો દેખાવ દીધું હતું. ઇતિહાસ ની ત્રાસદાયક નંધમાં માપકર્મ પિતાની છેક છેલી મર્યાદા ઉછળી રહેલું અને તેના સાક્ષી તરીકે એકજ વિરપ્રભુહેવાનું હમેશને માટેaખાએલું રહેશે. તે વરપ્રભુની દેણીમાં પાપકર્મ ગમે તેટલા વેષ ધારણ કરી ને આવ્યું તે પણ દૂર થઈ શકયું નથી. ગમે તેટલા પ્રપંચ અને દણમાં છુપાઈને શબ્દોમાં કે સ્વરૂપમાં તે ઘોર પાપકર્મનું વીરપ્રભુ પાસે કશું ફાવ્યું નથી. ગમે તેવા સારા કે નઠારા વેષમાં હેય તોપણ પાપ તેનાથી છુપું રહ્યું નથી. મેશની રથાયી હવા લેવાની જાણે પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તેમ ગમે તેવા પાપી ઘરમાં અને દુષ્ટાચારી

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151