Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 141
________________ મહાવીરના દુખેમાં મનુષ્યને ભાગ. ૧૨૭ મનુષ્યમાં તે રહીને પિતાની શ્રેષ્ઠતા જાળવી શક્યા હતા અને એટલા માટેજ તેઓ પિતાને પાપકર્મને ઝાંખે સ્પર્શ થઈ શક્તિ નહેતે તેના સંબંધમાં આવીને ઘણા સૂક્ષ્મ અને તણું દુખે સાથે રહીને ધીરજથી અને બહાદુરીથી તેમણે સહન કર્યા હતા. બીજાને પાપકર્મ જેવાથી ઉત્પન્ન થતી લાગણી. પાપકર્મના જે દુઃખ મહાવીર પ્રભુએ સહન કીધા છે તેમાંથી મનુષ્યને ભાગીદાર થવાનું બીજું તત્વ પિતાના જાત ભાઈઓના પાપકમ જોઈને જે લાગણું અને દુઃખ ઉત્પન્ન થાય છે તે છે. મહાવીર પ્રભુ ફકત જગતના પાપકર્મને જેનારજ ન હતા પરંતુ જે પાપી મનુષ્ય તેના પ્રત્યે પૂજ્ય બુદ્ધિથી પ્રેમ ધરાવતા હતા તેમનું ભવિષ્ય સુધારવા તેઓ વિરાગીપણે પણ ઉપકાર કરવામાં સતત ઉદ્યમવત હતા અને આ ઉપરથી જાણવું ઘણું સહેલું થઈ પડશે કે તેમના દુઃખે વિષે ઘણીજ ઉંડી લાગણીવાળા હતા. જો કે પાપકર્મના સઘળા કર્તવ્ય પવિત્ર હૃદયના મનુષ્યમાં તોફાન અને બંડ જગાવે છે તે પણ મહાવીર પ્રભુની નજીકમાં રહેનારા પ્રાણુના સંબંધમાં તે પ્રકાર બને તે તે દેખાવ ઘણે દુઃખ ઉપજાવનારે થઈ પડે. જેઓ આપણને પ્રિય હોય છે તેઓના પાપકર્મ જોઈને આપણને સ્વાભાવિક લાગશું થયા વગર રહેતી નથી. એક ભાઈની દુષ્ટતા અને જાતીય ભ્રષ્ટતા વિષે વિચાર કરતાં તેના પવિત્ર, ભલા અને વિશાળ હૃદયવાળા ભાઈને ઘણું તણું અને ઘાતકી દુઃખ થાય છે. કેવા પ્રકારના સૂક્ષમ બંધનથી એક હૃદય બીજા હૃદય સાથે જોડાય છે અથવા એક આત્મા બીજા આત્મા સાથે કેવી છુપી રીતે મળી શકે છે તે જાણવું ઘણું આશ્ચર્ય ઉપજાવનારું લાગે છે અને જે કે એક હૃદય બીજાના સુખ દુઃખના ભાગી નહિ થતા આમ તેમ ભ્રમણ કરે તેપણે બીજાના પ્રમાણિકપણ વિષે કે પાપીકાર્ય વિષે તેને જાતિ અનુભવ થયા વગર રહે નહિ. ઉદાહરણ તરીકે એક પતિને કે પત્નિને પોતાની પત્ની કે પતિતરફથી અપમાન થાય તેથી કેવું દુઃખ અને શરમ લાગશેતેને વિચારકરે. અથવા એક દુરાચારી છેકરાને સ્વચ્છેદપણે ભટકતા જોઈને તેને ભલા બાપને તે વિષે કેટલું દુઃખ અને લાગણી થશે. કૈટુંબિક ઘેર શુમાં એક એવા પ્રકારને સુસંપ હોય છે કે જેથી તેમાંની કેાઈ પણ

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151