Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 143
________________ મહાવીરના દુ ખેમાં મનુષ્યોને ભાગ. આ રીતે તે જાણે આપણા દુઃખના ભાગી થયા હોય એમજ કહી બે તે એક રીતે ખોટું નથી. જગતના સંબંધી અને નેહિઓ આપણા પ્રત્યે લાગણીવાળા હોય તે આપણે એક ભવ સુધારી શકે છે, પણ જે મહાવીર પ્રભુ અનેક ભવાંતરને પાપકર્મને જડમૂળથી ઉખેડી નાંખી ભવબંધનમાંથી મુક્ત કરે તેના સંબંધની સાથે જગન્ના કયા સંબધની સરખામણ થઈ શકે? મનુષ્યના ગમે તેવા દઢ એ મને મહાવીર અને તેના અનુયાયીઓના એજ્યને કિંચિત્ અંશ માત્ર કહી શકાય. જે કાંઈ આપણું માટે બની આવે છે, તે તેના સાધનથી જુદું નથી. તેના સર્વ શક્તિમાન હૃદયમાં આપણું ગમે તેવું સૂમ દુખ પ્રત્યક્ષ છે, અને આપણે દુર્દશાની ઉડી લાગણીથી તે પ્રાણીમાત્ર પર અનેક ઉપકાર કરવામાં પ્રવૃત રહે છે. તેના પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી જ જાણે તે આપણું સઘળા શેક અને સંતાપને બે લઈ જતા હોય, તેમ આપણે છૂટા થઈ ગયા હોય તેવો ભાસ થાય છે. આપણું અઘાર કર્મ જાણુને એક પતિ પતાની સ્ત્રીને માટે કે એક પિતા પિતાના પુત્ર માટે જે લાગણું ધરાવે છે તેના કરતાં વરપ્રભુનું હૃદય ઘણીજ દયા અને અનુકંપાની લાગ થી ઉભરાઈ જતું હોય છે. જો કે તેઓ સમભાવી અને મધ્યસ્થ નિરાગી પ્રકૃતિવાળા હોય છે, તે પણ વ્યવહાર દષ્ટિએ તેઓમાં પરેપકાર વૃત્તિ ઘણીજ વિશેષ હતી, એમ કહેવાનું રહસ્ય ન સમજી શકાય તેવું ભેદ ભરેલું નથી. વળી પિતે ઘણજ પવિત્ર અને ઉચ્ચપદને પ્રાપ્ત થએલા હોવાથી દૂષિત અને પતિત પ્રાણીઓ વિષે ઉલટી વિશેષ લાગણી થઈ આવે એ સાહજીક હતું. તેની અનહદ ઉપકારની લાગણીને પુરાવે એજ ગણી શકાય કે તેઓ છેક છેવટે જ્યારે નિવણ પામ્યા ત્યારે પણ હજારો જીને ભવાંતરના દુઃખમાંથી મુક્ત કરવાને સેળ પહાર સુધી ભવ્ય પ્રાણીઓને અતિ ઘણી ઉપકાર કરનારી ઉપદેશની ધારા ચાલુ રાખી. મતલબ કે તે એક એવું ઉદાર અને ઉચ્ચ હદય હતું, કે જે સમભાવે હજારે પ્રાણુના દુઃખના ભાગી થઈ તેઓના દુઃખ દૂર કરવાની પિતાની પરોપકારવાળી પ્ર. વૃત્તિમાંથી પિતાને મુક્ત કરી શકતા ન હતા. તેની નિર્દોષતા ગમે તેવા દુર્ગુણેને દૂર કરી શકતી હતી. તેની પવિત્રતા દુરાચારને દૂર II P–17.

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151