________________
મહાવીર પ્રકાશ.
મળતા નહોતા, પણ તે તદ્દન એકાંત અને સાદિ અનંત સિદ્ધ સ્વરૂપને મળતા હતા કે જે સ્થિતિ સંસારના કેઈ પણ ભાગમાં હેતી નથી. ગૌતમ સ્વામી કે જેઓ નિરંતર વીરપરમાત્માની પાસેજ રહેતા હતા અને અતિઘણું પ્રેમથી તેમને ચાહતા હતા, છતાં મહાવીર પરમાત્માના અપૂર્વ વૈરાગ્યને અને તેના એકાંત કર્મયુદ્ધને તે કળી શક્યા ન હતા અને જ્યારે વીરપરમાત્માથી તેઓ હર હતા, ત્યારે મેક્ષે ગયાની હકીકત સાંભળી ત્યારે જગતમ સ્વામીને તેની વૈરાગ્યદશાનું લક્ષ્ય થયું, અને પિતે પણ રાગ તજીને વૈરાગ્ય ભાવનામાં આવ્યા, અને તે વખતે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ સ્વામિ કે જેઓ તેના પહેલા ગણધર હતા, અને તદ્દભવ મેક્ષગામી હતા. તેઓ તેમની એકાંત સ્થિતિ કળી શક્યા નહિ તે પછી સામાન્ય મનુષ્યથી તે અંશ માત્ર કેમ જાણે શકાય ? તે શ્રી વીરપ્રભુ ટુંકા મનવાળા, હલકા હૃદયવાળા, વિકારને વશ થનારા અને અપવિત્ર જીવન ગાળનારા મનુષ્ય સમૂહમાં થઈને પસાર થતા હતા, ઘણુજ રવાથી મનુષ્યમાં, દુશમનમાં, અસંતુષ્ટ પ્રકૃતિવાળા મનુષ્ય સમુદાયમાં ગમે ત્યાં તેઓ વિચરતા છતાં તેમનું હદય હમેશાં જગતપર ઉપકાર કરવાની ચેજનામાં અને મનુષ્ય પ્રાણીના ઉદ્ધાર માટે આત્મભેગ આપવાના રાગ દ્વેષ વગરના પ્રેમથી ભરપુર હતું. અને જ્યારે તેનું આખું જીવન પસાર થયું, અને જે મનુષ્યો પિતાના વિચાર અને વિકારના પરિઘથી બહાર જઈ શકતા નહતા તેમની વચ્ચે તેમના જીવનને ઘણે વખત પસાર થતું હતું છતાં તેને અંતરંગ આત્મા પરમાત્મપદના વિચારોથી ભરપુર હતું, અને તેને મની એ એકાંત સ્થિતિ તે બો એકલા જ અનુભવી શકતા હતા. તેના અનંત શકિતને આત્મામાં કેટલું બધું ઉડાણ હતું કે, જેનું આસપાસના કેઈ પણ પ્રાણીથી માપ પણ થઈ શકતું નહોતું. જેમને પિતાને ખાસ શિષ્ય કર્યા હતા. તેમને પણ જેમની અંતરંગ સ્થિતિને અનુભવ મળી શક્યું નહતું. હજારેના ટેળાની વચ્ચે તેમને એકાંત વાસ હતું, તેમણે પિતાના જીવનના માર્ગમાં એકલા જ પ્રયાણ કરી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે, અને તેમની સાથે કઈ પણ મનુષ્ય હતા નહિ. જેઓ તેમના વખતમાં સાથે મેક્ષે ગયા. તેમને આત્માની ગતિને માગ અલગ હતું, કારણકે દરેક આત્માને સરખા કમ