Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 132
________________ ૨૧૮ મહાવીર પ્રકાશ, જમાયશમાં આપણે પ્રકૃતિનું ઉંડાણ પ્રકટી નીકળે અને એક બાધાના હૃદયમાં શું છે, તે દરેકને બતાવી આપે છે તેનું રહસ્ય આપણે આરસ્પરસ ન સમજી શકીએ તેવું ઉંડું છે, અથવા તે એમ હશે કે, દુઃખ અને હાડમારીના પ્રસંગો અરસ્પરસ ભોગવવાથીજ પ્રેમ વિશેષ દઢતર થાય છે. આ બાબતનું નિરાકરણ ગમે તે થતું હોય, તે પણ આપણે એટલું તે જાણીએ છીએ, દુઃખ અને દિલગીરીના પ્રસંગોમાં કેઈ એ ચમત્કાર રહે છે, તે સરખા દુઃખીઆઓને જોડી દે છે, હૃદય હૃદયને અને આત્મા આત્માને દુઃખમાં સાથે મળેલા આપણે જોઈએ છીએ, પણ સુખના પ્રસંગથી માણસે એક થતા કે, જોડાઈ જતા કદી જોઈ શકાયા નથી. જે પડતીમાંથી બહાર આવતા હોય છે, આશા અને નિરાશાના તેફાનમાં જેએ સાથે મળી સહન શીળપણે એક સરખો પ્રયત્ન કરે છે, એક લશ્કરમાં જેમ ગોળીઓને વરસાદ પડવા છતાં જેઓ એક બીજાની બાજુએથી ખસ્યા વગર એક બીજાને બચાવ કરે છે અને ભયંકર ત્રાસદાયક ઘેરામાં સપડાએલા થોડા ઘણું બહાદૂર લડવૈયાઓ એક સાથે દુઃખ સહન કરવાને તત્પર થાય છે તેઓ જે સામાન્ય રીતે ઉડી લાગણી અરસ્પરસ એક સરખી રીતે ધરાવે છે તે ઉદાહરણે દુઃખના ભાગીદાર ઘણું હેવાને અને ચુસ્ત દઢ રીતે વળગી રહેનારા હેવાને દઢ પુરાવે આપે છે. જે આપણે શાંત જીવનમાં પણ તેવા ઉદાહરણ શેધીએ તે એક કુટુંબ જ્યારે ઘણું દુઃખ અને દરિદ્ર હશે ત્યારે ટુકડે વહેંચીને ઐક્યતાથી માગી ખાવાની તેમની જે વૃત્તિ હશે તે જ કુટુંબ જ્યારે શ્રીમંત અને સુખી થશે ત્યારે ભાગ્યે જ તેવી એક્યતા જાળવી શકશે. હવે આવાજ પ્રકારના વિચારે છ આત્માના હૃદયમાં સરખા દુખી જીવોને જોઈને થાય છે અને જાણે તે દુઃખ પોતે લઈ લે તેવી લાગણી થાય છે તેવીજ રીતે જ્યારે આપણે મહાવીરના દુઃખે. ની હકીકત સાંભળીએ છીએ ત્યારે તેના ભાગીદાર થવાની આપણને લાગણું થયા વગર રહેતી નથી. જેમ મહાવીરના દુઃો બીજ સઘ ના કરતા વધારે ત્રાસ ઉપજાવનારા હતા તેમ તે દુઃખે ઘણું આત્માઓને વધારે ને વધારે નજીક જવાને આકર્ષણ કરતા હતા દુઃખી હૃદયના છુપા ઉડાણમાં મહાવીરના દુઃખે વધારે સ્પષ્ટ રીતે સમજી શકતા અને તેમાં મહાવીરને પ્રેમ વિશેષ ને વિશેષ

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151