________________
મહાવીરના દુ એમાં મનુષ્યને ભાગ
૧૧૯ હતર થતે જતે હરે દુઃખની પવિત્ર ગાંઠથી જોડાએલા તેઓ દુઃખ ને ભેગવનાર મહાવીરના નજીકના સંબંધી થઈ જતા અને પાને પણ તેવા દુઃખને સહન કરીને મહાવીરપણને પ્રાપ્ત કરતા હતા બીજા તીર્થકરોને જીવન કરતાં મહાવીરનું જીવન જે વધારે અસર કરે છે તે માત્ર તેના ઘેર દુઃખેને લીધે જ છે. તેથી કરીને દુઃખને આ આશ્ચર્ય જેવી બાબત ગણવાને બદલે તે અનેક પર આ દુઃખમ કાળમાં વિશેષ ઉપકાર કરનારી અને સ્વા ભાવિક રીતે મનુષ્યને જાગૃત કરનારી યાદગાર બાબત થઈ પડી છે. જે મહાવીરનું જીવન મધુર અને દુઃખથી કેવળ રહિત હેત તે તેના અનુયાયીઓને તે શીર તેને જેવા ભયંકર દુઃખે આવી પડત, મહાવીર પોતે સુંદર અને સરલ માર્ગ મોક્ષ મેળવી જાત અને બીજાઓને ઘણું ખડબચડા અને કાંટાવાળા માર્ગે મોક્ષ મેળવવાને હોત તો તે ખરેખર આશ્ચર્યકારક તેમજ ઘણું જીને નુકસાનકારક થઈ પડત. તેથી કરીને મહાવીરના દુઃખે બીજા આત્માના દુઃખે સાથે મિશ્રિત થવાથી અને તેને જ માગ કઠણ, કાટવાળો અને ખડબચડે હેવાથી બીજાઓ તેને પગલે ચાલવાને દઢ શ્રદ્ધાવાળા હોવાથી તે મહાવીર પિતાની સાથે બીજા હજારો જીનો ઉદ્ધાર કરી ગયા છે. એકજ શદમાં કહીએ તે પ્રાણીઓ ઉંડો શ્રદ્ધાવાળી લાગણીથી મહાવીરના દુખે જોઈને તેની નજીક આવીને તેમાં ભાગીદાર થવાની ઇરછામા પિતાના ઉદ્ધારને માર્ગ શોધી શકવાને સમર્થ થયા છે.
પરંતુ બધા દુઃખો એવા નથી કે જેમાં મહાવીર સાથે આપ છે મળીને આગળ વધીએ. ખુલી રીતે કેટલાક એવા દુઃખના પ્રસંગે હેાય છે કે જેને સહન કરવામાં મહાવીરની પેઠે પાસે દિલાસે લેવાને પણ શક્તિવાન થઈ શકે નહિ. જો કે ઉપર ઉપરથી એમ દેખાય છે કે બધા દુઃખોની લાગણી બધા જીવોને એક સરખી થતી હશે, પરંતુ તેવું નથી. મહાવીરને એવી લાગણી કે તે દુઃખ સહન કરતાં જ તેના પાપ પલાયન કરી જતા, જ્યારે બીજા પ્રાણીઓ દુઃખ સહન કરે છે તે વખતે તેમાં વળી બીજા પાપ થોડા અથવા વધારે પ્રમાણમાં મિશ્રિત ભાવે પ્રવેશ કરે છે તે છતાં પણ ઘણા મહાન આત્માઓ નિર્વિકલ્પ ભાવે દિલાસા સાથે ઉદયે આવેલા ક.