________________
મહાવીરના દુઃખેમાં મનુનો ભાગ
૧૧૭ શકે છે. તેના આલંબનથી આજ પણ અનેક જીવે મોક્ષ માર્ગમાં આગળ ધસતા દેખાય છે તે પછી તમારે શા માટે તેનું આલંબન નહિ લેવું જોઈએ.
વિરપ્રભુના અપૂર્વ જીવન અને અનંત શક્તિ વિષે કઈ પણ શંકા લાવવી તે મૂર્ખાઈ છે, એક ખેડુત પિતાના પાકને માટે અનેક દુઃખ સહન કરે પિતાની શક્તિને વ્યય કરે, તાપ અને બેજો સહન કરે, અને જ્યારે અનાજ પાકી જાય ત્યારે તેની કાપણી કરવાની ના પાડે, અને પાકને નાશ થવા દે એવું કદિ બને કે નહિજ કદિ નહિ તેવી જ રીતે જેઓ વિરપ્રભુની ભકિત કરી તેમના પરજ આધાર રાખશે, તેઓ શું મુકત થવાના માર્ગમાં આવી ગયા પછી પ્રમાદી થઈ બેસી રહેશે કે ? જો તમે મહાવીર જીવનને તમારી નસેનસમાં રાખો અને મહાવીરને જ આધારરૂપ ગણે તે તમારી અને પરમાત્માની સ્થિતિ વચ્ચેનું અંતર આ જગમાં કઈ પણ રીતે રહેવાને સંભવ નથી. આખર જતાં મહાવીરનું મહાવીર પણું અને તમારૂં મહાવીર પણું એકરૂપ થશે.
પ્રકરણ ૭ મું. મહાવીરના દુખમાં મનુષ્યનો ભાગ.
જે મનુષ્ય એક સાથે મળીને અમુક દુઃખ સહન કરે છે, તેમાં ઉંડી એક્યતાથી દઢ રીતે દુઃખમાં જોડાઈ રહેવાની તેમની સ્વાભાવિક શક્તિ જોઈ આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. સર્વને સરખા દુઃખાના બંધન ની જેવી એક્યતા હોય છે, તેવી શક્યતાનું બંધન બીજા કશામાં જોવામાં આવતું નથી. કમનશીબી અને ક ગાળ સ્થિતિમાં જે ખરે અને ઉડે બ્રાતૃભાવ જણાય છે, તે બ્રાતૃભાવ બીજે કોઈ પણ સ્થળે જોઈ શકાશે નહિ, વળી એમ દેખાય છે કે, પ્યાર જ્યારે પરિ. તાપના ત્રાસજનક અને ભયંકર વખતમાં ફેરવાઈ જાય છે, ત્યારે કદાચ જો દઢ રહે તેવી દઢતાની બીજી કોઈ પણ પ્રસગે વધારે સારી પરીક્ષા થઈ શકે નહિ. કદાચ મહાન અને સર્વની સરખી અને