________________
કશું
મહાવીર પ્રભુને એકાંતવાસ.
૧૦૯ ઘણું હલકા મનુષ્યની વચ્ચે થઈને પિતે અસહ્ય દુખે સહન કીધા છે. ગવાળી આ જેવી હલકી જાત તરફથી તેના કાનમાં ખીલા ઠેકવામાં આવ્યા તે જાણતા છતાં પોતાનું પૂર્વ કર્મ ખપાવવાને સાંભળતા કંપારી છૂટે તેવું તે અસહ્ય દુઃખ તેણે સહન કીધું. જો કે વિરપરમાત્માની કૃતિ વિશે આપણે વિચાર કરીએ તે આપણું અને પૂર્ણ અંતઃકરણમાં તે વિષે વિચાર ઘણેજ ઝાંખે અને અસ્પષ્ટ રીતે આવી શકે તે પણ આત્મિક અવનતિનું દુઃખ કાંઈક એવી લાગણીવાળું છે કે જે જાણવાને દૈવિક અંતઃકરણમાં તદ્દન અજ્ઞાન નથી..
જ્યારે જગત્પર મહાપુરૂષના અભાવે અંધકાર થઈ જાય છે, મનુષ્યની દુષ્ટ વૃત્તિ વધારે ખરાબ થતી જાય છે ત્યારે કઈ મહા પુરૂષ જન્મ લે છે. અને હજારે છાને ઉદ્ધાર કરી હજારેને માર્ગ ઉપર લાવે છે. તેવી જ રીતે વીરપરમાત્માના સમયમાં પણ ઘણું હલકા મનુષ્ય હતાં કે જેમની અવનત સ્થિતિ જોઈને દયા ઉપજે તેઓને શ્રી વીરપ્રભુએ ઉદ્ધાર કર્યો. મહાવીરના ઘણા છુપા દુઃમાં એ પાપ એક ઊંડી લાગવાળું દુઃખ હતું કે તે મનુષ્યજાતને ભવિષ્યમાં ઘણી જ દુઃખી અને આમિક અવનતિના ખાડામાં પડતી જેતા હતા. ત્રીશ વરસ સુધી પોતાના રેષ રહેલા કર્મ અપાવવામાં જે જે ઉપસર્ગો નડ્યા તેમાંથી ઉપસર્ગ કરનારનું અને ઉપસર્ગ જેનારનું તેમણે કલ્યાણ કરવામાં પિતાની અપૂર્વ દયા બતાવવામાં ખામી રાખી નથી.
કોઈ મહાન પ્રજાની મહાન કીર્તિ નષ્ટ થતી જે માણસ જુએ છે. ત્યારે તેને ઘણોજ આશ્ચર્યજનક ગંભીર વિચાર ઉદ્દભવે છે. અને પાછળ રહેલી તેની છુટી છવાઈ મહત્વતાની દુર્દશા જોઈને તેને ઘણે ખેદ થાય છે. જ્યારે એક મુસાફર જે દેશોની રમણીક ભૂમિ અને મનહર સ્થિતિમાં નાનપણથી રહ્યું હોય, તેની ઘણા કાળે ફરીથી મુલાકાત લે છે, જ્યારે તે અગાઉના રાજા મહારાજા અને તેની સત્તાને વિચાર કરે છે, અને તેને નષ્ટ થઈ ગએલું જુએ છે, અને માણસના હુન્નર ઉદ્યોગને નાશ થઈને માણસ જાતને ઘણી કંગાળ અને દુઃખી અવસ્થામાં તે નિહાળે છે, ત્યારે તેના અંતઃકરણમાં કુદરતી રીતે ઘણુંને ખેદ અને ઉંડી અસર થાય છે, અને તે વારંવાર ઉંડા
તિ જોઈને
ઉદ્ધાર કર્યો.
એ પાપ એ