Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 122
________________ ૧૦૮ મહાવીર પ્રકાશ. થયું નથી, પરંતુ જેમણે વીરપ્રભુની પેઠે દઢતાથી કર્મયુદ્ધમાં વિજય મેળવ્યું છેતેઓ જ પરમાત્મપદ મેળવવાને શક્તિમાન થયા છે. પરમાત્મપદ મેળવવા તરફ મુખ્ય લક્ષ હોવાથી દુઃખ પણ ભવિષ્યના સુખમાં ઓછું લાગતું, કંટાળામાંથી પણ દઢતા રહી શકતી, દિલગીરીમાં પણ દિલાસે મળ અને શોક અને સંતાપ સહન કરવાને પુરતું સામર્થ્ય રહેતું. પરમાત્મપદના છેક નજીકના પ્રકાશક વીરપ્રભુ મનુષ્યના દુઃખ અને નબળાઈમાં પણ એક ક્ષણવાર પણ નિરાશ થતા નહિ. તે પરમપકારી વીરપરમાત્મા જેમ આકાશમાં સૂર્ય અસ્ત થવાથી સર્વત્ર અંધકાર થઈ જાય છે તેમ મેક્ષપદને પ્રાપ્ત થવાથી હાલ સર્વત્ર અંધકારમય જેવું ભાસે છે. મેક્ષને દરવાજે તેમના જવા પાછળ થડા વખત પછી ભરતક્ષેત્રના મનુષ્ય માટે બંધ થયા છે, અને જે થોડું ઘણું હાલના ભારે અને આ લંબન છે તે તેમના શાસ્ત્રો અને તેમની પ્રતિમા છે, દુઃખને જાણીને દૂર રહે તે મનુષ્ય સ્વભાવ હોય છે, જ્યારે દુઃખને જાણતા છતાં તેની સામે થવાની શક્તિ વીરપરમાત્મામાંજ હતી, તે રીતને મનુધ્ય અને મહાવીરના દુઃખેને ભેદ સ્પષ્ટ રીતે સમજી શકાય તે છે. મહાવીરે મનુષ્યની વચ્ચે રહીને સહન કરેલા દુઃખ. મનુષ્ય જાતના પાપ અને દુષ્ટતાને વિચાર કરવામાં મહાવીર પરમાત્માની લાગણુંઓ માત્ર પવિત્ર અને દયાળુ અંત:કરણવાળી હતી, એટલું જ નહિ પરંતુ તે વીરપ્રભુના સંબંધમાં એક બીજી વ. ધારે બાબત યાદ રાખવા જેવી હતી તે એ હતી કે, ઘણા હલકા - નુષ્યના નીચ કૃત્યની વચ્ચે થઈને તે પિતાના એકાંત અને ચેકસ દુઃખ સહન કરતાં. મેં કહ્યું તેમ માણસ જાતની આમિકનષ્ટતા અને અવનતિની વચ્ચમાં રહીને તે બધું જોવામાં મહાવીર પરમાત્માની લાગણી માત્ર છેકજ પવિત્ર અને જાગૃત મનુષ્યાત્માના જેવી નહતી પરંતુ તે લાગણું ઘણું ઉડા અને ન જાણી શકાય તેવા મળમાંથી નીકળતી હતી. અવનત થએલી દુનીઆને તે વીરપ્રભુએ ઉન્નત કરવામાં કચાસ રાખી નથી, અને ચોતરફ અવનતિના ખાડામાં પડતા હજારે હલકા મનુષ્યને પણ પિતાના બહોંતેર વર્ષના ટુંક આયુષ્યમાં બચાવી લીધા છે અને તેમ કરવામાં

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151