________________
મહાવીર પ્રકાશ. મહાવીરને પોતાના દુખનું ભવિષ્યજ્ઞાન હતું. આ
જે સિથી પ્રત્યક્ષ બાબત હતી તે એ હતી કે તેમના દુઃખે અને ઉપસર્ગો જ્યારે તેણે ભેગવ્યા તે અગાઉતે વિશેનું શુદ્ધ અને સંપૂર્ણ તેમને જ્ઞાન હતું. તે દુઃખે તેમની કલ્પના શક્તિની જરાએ બહાર નહતા. દરેક જાતની વેદના અને વ્યાધિ જે તેને ભેગવવાની હતી તે ચેસ સ્વરૂપે તેના અંતરમાં પ્રથમથી જ પ્રત્યક્ષ હતી અને તેના આખા જીવનમાં નજીક આવતા દુઃખનું જ્ઞાન તેનાથી કદિ દૂર રહ્યું નથી. મહાવીર પ્રભુના એકાંતજીવનના શેક ઉત્પન્ન કરે તેવા ઈતિહાસમાં ખુલી રીતે આ બાબત જુદાજ સંગોવાળી હતી. તેના સં સારના અનુભવની તેની એકજ જુદી સ્થિતિ હતી કે જેનાથી સઘળા ભયંકર દુઃખ ભોગવનારા મનુષ્ય જુદા પડે છે. મનુષ્યને પિતાના ભ વિષ્યમાં આવનારા દુઃખનું જ્ઞાન હેતું નથી જ્યારે વીરપ્રભુને જન્મથીજ ત્રણ જ્ઞાન હોવાથી એ વિષે જ્ઞાન હતું. જેમ દેવતાઓને પિતાને દેવ લેકમાંથી વી જવાને છ માસ રહે છે ત્યારે પિતાની ભવિષ્યની સ્થિતિ વિશેના જ્ઞાનને લીધે ત્રાસ અને દુઃખથી ભાગ નાશ કરવી પડે છે તેમજ જે સાધારણ મનુને ભવિષ્યના દુઃખનું જ્ઞાન હોય તે તે ત્રાસથી તેઓ ઘેલાજ થઈ જાય એમ કહીએ તે તેમાં વિશેષતા નથી. પરંતુ એ પરાક્રમ કરવાની અને છતી શકિતએ પૂર્વ કમની અસહ્ય વેદના સહન કરવાની તાકાત એકલા મહાવીરમાંજ હતી અને તેથી તેનું એકાંતપણું તેમાં પણ પ્રતીત થાય છે. મેક્ષના દરવાજા સઘળા આત્માઓને માટે ખુલ્લા છે પરંતુ જેઓ છતી શક્તિ એ અને છતાં જ્ઞાનથી તે દુઃખ પ્રત્યે અભાવ નહિ બતાવતા કસોટીમાંથી પસાર થાય છે તેમનાથીજ એ દરવાજા સુધી પહોંચીને પગ મુકી શકાય છે. દરેક મુકત થતા જીવની નીચે પ્રમાણે કરોટી થાય છે અને ત્યારપછીજતે આગળ વધી શકે છે કુદરતની સામાન્ય રચના મા ભવિષ્યને દુઃખથી મનુષ્ય અજ્ઞાત હોય છે કે જેથી કરીને વર્તમાન કાળના સુખમા વિન ન આવે તેમજ ભવિષ્યના ભયંકર દુખની યા દગીરીથી વર્તમાન દુઃખમાં વૃદ્ધિ પણ ન થાય. આવી રીતે મનુષ્ય કે જેના જીવનમાં વ્યાધિ અને વેદનાઓ ઉપરા ઉપરી આવ્યાજ કરે છે તેને દુઃખના વખતમાં પણ અજ્ઞાન અવસ્થાને લીધે કેટલેક અંશે શાંતિ મળે તેવી કુદરતી રચના જોવામાં આવે છે. કારણકે જ્યારે