________________
નું મડાવી પાયમાન ૪ હતા
વીર પરમાત્માના અદમ્ય સ્વરૂપની દયે પ્રતીતિ ૮૭ જ પરિચય સમજવો જોઈએ માટે મહાવીરના ભાનુષિકજીવનના જેમ ઉંડા અભ્યાસી થવાય તેમ થવાને પ્રયત્ન કરે ઘણેજ હિતકારક છે.
મહાવીરને પરમાત્મસ્વરૂપે જેવાને ત્રણ બાબતે લક્ષમાં રાખવાની છે (૧) તેનું શરીર (૨) તેનું જીવન અને વર્તન અને (૩) તેના ઉપસર્ગો (૯)
મહાવીરનું શરીર, મહાવીર તેને શારીરિક બંધારણથી પરમાત્માની પ્રતીતિ કરાવતા હતા. વ્રજ રાષભ નારાચવાળું દઢ સંધાતન અને સમ ચતુર સંસ્થાનવડે તેની મનુષ્ય કરતાં અનેક અંશે વિશેષતા પ્રગટ થતી હતી. જેમણે બાળપણમાં જ ઈદ્ર જેવાને રમતમાં પણ હરાવ્યા હતા અને એક અંગુઠાના જોરથી જેણે મેરૂને પણ કંપાયમાન કરી દીધા હતે તે મહાવીરના શરીર પરથી તેનું મહાવીરપણું પ્રગટ જણાય તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. જે શરીરપર એકજ રાત્રિમાં ઘર અસહા ઉપસર્ગો થયા અને જેમના કાનમાં લેખંડના ખીલા ઠેકયા છતાં તે દુઃખને તુચ્છ ગણી સહન કરી શકયું તે શરીરની સાધારણ મનુષ્યના શરીર સાથે શું સરખામણી થઈ શકે? જે શરીરના અંગુઠામાંથી જે. મ તે અમૃત ઝરતું હતું, જે શરીર જ્યાં વિચરે ત્યાં સેનૈયાની વૃષ્ટિ થતી, દુષ્કાળ અને પ્લેગને નાશ થતું હતું, જે શરીર ના શ્વાસે શ્વાસથી ઘણુ ગાઉ સુધી પ્રાણ પિતાની જાતજાતની પ્રકૃતિને ભલી જઈ જન્મ વૈરને ત્યાગ કરતાં અને જેમને માટે સુર અસુર અનેક જાતની દૈવિકરચનાઓ કરી ભકિત કરતાં તેના શરીર પરથી તે માનુસરૂપે પરમાત્મા હોવાથી પ્રતીતિ થાય એમાં કશું આશ્ચર્ય જેવું નથી. જેના સ્વરૂપની મર્યાદા નથી જેમના વચનની મહત્ત્વતા માણસ કળી શકતા નથી અને જનાવર તથા માણસ દરેક તે વચનને પોતપોતાની ભાષામાં સમજી શકે છે. જે વચને કદિ નિષ્ફળ જતા નથી. તે વીરપ્રભુના શરીરને પરમાત્મા કોણ નહીં કહે? તેમના રવરૂપનું જેઓ ધ્યાન કરે છે તેને એને વાંચતાં, વિચારતાં, ભકિત કરતાં, હદયની સ્થિરતા રહે છે. આ પણ જેવાજ મનુષ્ય તેમના ભકત હતા. તેમના શિષ્ય હતા.અને ...
સગાં થયાનું કશું નથી.