________________
મહાવીર પ્રભુને એકાંતવાસ.
૯૭ એવી નાની દુનીઆ છે કે જેમાં તેમની લાગણીની રમત મજબુત અને અસ્થિર હોય છે પણ તેની ઉપરાંત તેમનામાં કાંઈ પણ સમજવાને શકિત હોતી નથી. કુટુંબમાં કેઈ અકાળ મૃત્યુ થઈ ગયું હોય અને તેના દુઃખથી જ્યારે કુટુંબના સઘળા માણસે શેક અને સંતાપમાં ગર્ક થઈ ગયા હોય ત્યારે તેજ કુટુંબના નાના બાળકે કે જેઓ મૃત્યજીવનમાં કાંઈ સમજતા હતા નથી, તેઓ અજાણ પણે આડોશી પાડોશીને ત્યાં રમતા હોય છે. - ઉપરના દષ્ટાંતે સહજ સમજી શકાય તેવા છે. જગતના મનુ
માં જેમ બાળકે છે, તેમજ મહાવીર પરમાત્મા આગળ બીજા દરેક મનુષ્ય તે બાળક બબર છે. મહાવીર પરમાત્માના શક્તિવાન, છુપા વીર્યના એકાંતવાસનું પ્રમાણુ બાળક અને માબાપના ઉપરના દષ્ટાંતને બરાબર મળતું આવી શકતું નથી. કારણકે, બાળક અને માબાપ વચ્ચે જે એકાંતવાસને અંતર છે, તેના કરતાં મહાવીર અને મનુષ્યના આત્માની સ્થિતિના અંતરનું પ્રમાણ ઘણું જ વિસ્તારવાળું છે. જેમકે તે જ બાળક જ્યારે સહેજ ઉમર લાયક થાય છે, ત્યારે જે એકાંતવિચાર અને ચિંતાઓથી તે અજ્ઞાન રહે તે તરતજ સમજવા લાગે છે, અને તેની એકાંત સ્થિતિ પણ તેના માબાપ જેવી થઈ પડે છે, પરંતુ મહાવીર પરમાત્મા અને મનુષ્ય વચ્ચેનું અંતર એક નહિ પણ અનેક ભવ વીતી જવા છતાં દૂર થતું નથી, કારણકે જ્યારે મનુષ્ય મહાવીર પણને પ્રાપ્ત થાય ત્યારે જ તેને મહાવીરના જેવી એકાત આત્મિક વિચારણાની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે, જે સ્થિતિ પ્રાપ્ત કરવાનું કોઈ વિરલ મનુષ્યથી બની શકે છે. વીરપરમાત્મા મનુષ્યરૂપે જગતમાં વિચરતા હતા, પણ તેના એકાંતપણાને જગત્ જાણી શકતું નહીં. અંધકારમાં પ્રકાશ ઝળકી ઉઠે છે, પરંતુ અધિકારથી તે પ્રકાશને જોઈ શકાતો નથી, તેવીજ રીતે શ્રી વીરપ્રભુ પરમાત્મપદ પ્રાપ્ત કરવાને તીર્થકરપણે એકલાજ જન્મ્યા હતા, અને તેનું જીવન કઈ પણ મનુષ્ય કરતાં ઘણું ઉચ્ચ ભાવનાવાળું એકાંત હતું, જે જમાનામાં તેઓ વિચરતા હતા તે જમાનાના છ કરતાં તેમનામાં અસાધારણ એકાંતપાડ્યું હતું. તેમના વિચારો, સિદ્ધતિ, હેતુઓ, શિષ્ય, જીવનને ઉદેશ તે તે વખતના લોકોના જેવા નહતાતેમજ બીજી કઈ પણ દુનિયાની પ્રજાને
P–18.