________________
મહાવીર પ્રકાશે.
.
ધરાવી શકે નહિ. બેદરકાર મનુષ્ય તેમજ ઘણેજ શ્રદ્ધાળુ અને ભક્તિવાન મનુષ્ય જ્યારે પરમાત્મા પોતે આવે ત્યારે એક સરખા સ્વરૂપમાં તૈયાર થઈ રહે અને સારા નઠારા તે ભેદ પછી રહી શકે નહિં આ પ્રમાણે થવાથી જગની વ્યવસ્થા રહી શકે નહિ. વળી જે મૂળથીજ અદશ્ય છે તેની દશ્ય થવાની કલ્પના કરવી તે પણ વ્યર્થ છે. જેઓ મહાવીરપણને પામે છે તેઓજ તેને જોઈ શકે છે, આંધળો માણસ જેમ આંખ વગર કઈ પદાર્થ જોઈ શકતું નથી તેમજેમના જ્ઞાનરૂપી ચક્ષુ ખુલ્લા નથી તેથી મહાવીર પરમાત્માનું અદશ્ય સ્વરૂપ જોઈ શકાશે નહિ. માટે મહાવીરને પગલે ચાલી મહાવીરપણું પ્રાપ્ત કર રી મહાવીરના અદશ્ય સ્વરૂપને પામી શકાય તેવી રીતે નિરંતર ઉઘમવત રહેવું એ ઘણું જ જરૂરનું છે. આત્મા તેજ પરમાત્મા છે અને તેનું જ સ્વરૂપ અદશ્ય છે તેથી આત્મા કર્મથી મુકત થઈ ' પરમાત્મપદને પામશે. વીરપરમાત્માના અદ્રશ્યપણાથી થતી આત્મિક કેળવણી
મનુષ્યના આધુનિક જીવનમાં તેના આત્માને જાગૃત કરવાને અને કેળવવાને પરમાત્માના અદશ્યપણાને તેટલેજ સંબંધ છે. આ જગમાં જે પ્રાણીઓ (કટીની) અજમાયશની ક્રિયામાં ૫સાર થઈને પિતાના ભવિષ્યને નિશ્ચય કરે છે એટલું જ નહિ પણ જેઓ કેળવણીની ક્રિયામાં પસાર થઈને તેને માટે ગ્ય થાય છે તે એના જેવી જ આપણે આત્માની સ્થિતિ છે અને જ્યાં સુધી એ કિયા સંપૂર્ણ થાય નહિ ત્યાં સુધી પરમાત્માના દર્શને આત્માને થઈ શક્તા નથી જે શક્તિવડે વીરપરમાત્માને જોઈ શકાય છે તે શક્તિ ઘણાંજ પવિત્ર મનુષ્યમાં પણ અપૂર્ણ અને ખીલવણી વગરની હોય છે, અને અયોગ્ય આત્મિક શક્તિવાળાને પરમાત્માનું દર્શન જે કદાચ સંભવિત થાય તે જેમ ગ્રીમ રૂતુને બપોરને સખત તાપ આંખના દરદી અને નબળા માણસને અસહા થઈ પડે છે તેમ પરમાત્માના દર્શન પણ અસહ્ય થઈ પડે છે. માટે એમજ વિચાર કરવો જોઈએ કે આત્મિક શક્તિઓના આનંદ અને જોવાની શક્તિને માટે પ્રથમથી જ આત્મામાં એ શક્તિ મેળવી તૈયાર થવું જોઈએ. પરમાત્માના હૃદયને જાણવાનું અને પ્રશંસા કરવાને તેની મહત્વતા