________________
મહાવીર પરમાત્માનું અદશ્ય સ્વરૂપ. સંદર્ય અને ભલાઈને અનુભવવાને જેનારના આત્માના ઘણાજ જાગૃત હૃદયમાં તેવાજ ગુણે હોવા જોઈએ. એક પાળેલું જાનવર પિતાના ધણને શરીરથી ઓળખી શકે છે પણ હદય, અંતઃકરણ, વર્તન વિગેરે જે ગુણેથી માણસાઈપણું ખરી રીતે કહી શકાય છે તે હલકા જાનવરને હમેશા અદશ્ય છે અને અદશ્ય રહેશે. વિચાર, વિવેક, બુદ્ધિ, પવિત્રતા પૂજ્ય બુદ્ધિ નૈતિક સદૂગુણો વિગેરે જે કે જનાવરને વારંવાર બતાવવામાં આવે છે તે પણ તે પ્રાણને તે સમજવાને કદી ગ્યતા આવતી નથી અને ઉપરના ગુણે તેઓ જાણી શકે તે પહેલા તેમના પિતાનામાં એ ગુણે હેવા જોઈએ. તેઓ ડાહ્યા અને બુદ્ધિવાળાને જાણી શકે તે પહેલા તેમને પિતાને તેવા ડહાપણવાળા કરવાની કેળવણી મળવી જોઈએ. તેવીજ રીતે વળી હલકા અને જંગલી હદયવાળા માણસ કે બાળક જો કે કઈ ઉંચા- વિચારવાળા અને શ્રેષ્ઠ સ્વભાવવાળા માણસની સાથે રહેતા હોય તે પણ તેઓ ખરેખર રીતે તેને જાણી શકે છે એમ કહી શકાય નહિ. દિન પ્રતિદિન તેઓ એક બીજાને ત્યાં હાજર હોય તે પણ માત્ર શારીરિક સંબંધથીજ તેઓ તેમને જાણી શકે છે, તેઓને આત્મિક સંબંધ કે વિચાર હોતું નથી. અને હલકે આત્મા ઉચ્ચ આત્માને જોઈ શકતો નથી. તાત્પર્ય એ છે કે એક બીજાના મૂળ સ્વરૂપમાં ઓળખવાને નૈતિક અને આત્મિક પ્રકૃતિ તથા યોગ્યતા સમાન હોવી જોઈએ. અપવિત્ર, વિષયી અને સ્વાથી મનુષ્ય પવિત્ર અને સાધુ પુરૂષને જોઈ શકે એ તદ્દન અસંભવિત છે. સાંસારિક અને માઠી પ્રકૃતિઓમાં પ વિત્રતા ભલાઈને જ જુએ છે. સ્વાર્થીપણું સત્યથી દૂર રહે છે. અપવિત્ર માણસના ઘણાજ નજીકના પડેશમાં હોવા છતાં તેને પવિત્ર અને સ્વર્ગીય આત્માનું દર્શન અને ઓળખાણ કેટલાક મહાસાગરે વચમાં હોય તેટલું ઘણે દૂર અને તેની દષ્ટિ મર્યાદાથી બહાર રહેલું હેય છે. તેઓની અંતરંગ સ્થિતિમાં ઘણો જ અંતર રહે છે. અને
જ્યારે કર્મની ખીણ આડી આવે તથા પવિત્ર આત્મા તેના અંતરગ સાંદર્યને નષ્ટ કરી અપવિત્ર થાય ત્યારે તેણે ફરી પિતાની પ્રકૃતિને સંપૂર્ણ સુધારે કરવો જોઈએ, અને ભલાઈનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવું જોઈએ. તેવી જ રીતે, એથી પણ વિશેષ