________________
મનુષ્ય અને મહાવીર મનુષ્ય આપોઆપ શોધી શકત; પરંતુ તેજ સ્થળે મહાવીર અને મનુષ્ય વૃચ્ચેનો તફાવત વ્યક્ત થાય છે. મનુષ્યમાં જ્યારે મહા વીરપણું આવે ત્યારે જ તેમાં તેવી શક્તિ ઉત્પન્ન થાય છે. મહાવીર પ્રભુમાં તેવી સ્વાભાવિક શક્તિ હતી અને તેથી તે બીજાની ગુમ રહેલી શક્તિઓને પણ જાગૃત કરી શકવાને સમર્થ થતા.
- સત્યને ઓળખવાની શક્તિ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તેની સાથે જ તેજ સત્યના મૂળને શેધી કાઢવાની શકિત હોતી નથી. ધારણ શક્તિને અનુક્રમ જે વિચારો જાણવાને અને નક્કી કરવાને મનુષ્યને શકિતમાન કરે છે, તે અનુકમ જે શક્તિથી વિચાર ઉત્પન્ન કરી શકાય છે, તેના કરતાં ઘણેજ હલકા પ્રકારને હેય છે. આપણે જે શેધી શકીએ નહિ તે સમજી શકીએ, જેમકે કુદરતને કોઈ પણ મહાન કાનુન શોધી કાઢવાને અને તે વિજ્ઞાન શાસ્ત્રના નિયમને લાગુ કરવાને શોધ કરનારની માનસિક શક્તિઓ ઘણીજ તીકણ અને અસાધારણ હોય છે, પરંતુ જ્યારે તે નિયમની શોધ કરી એક વખત જાહેરમાં મુકવામાં આવે છે ત્યારે સેંકડે બુદ્ધિશાળી મનુષ્ય તેને સહેજવારમાં સમજી લે છે કે જેની જીંદગી સુધી શેધ ક્રરવાથી પણ તેઓ ફતેહ મેળવી શકતા નહિ. દ્રવ્ય ગુણ પર્યાયના જે ભેદ મહાવીરના સિદ્ધાંતમાં મળી આવે છે, અને દરેક પદાર્થને લાગુ કરી શકાય છે, તેવી જ રીતે સમ ભંગી અને સ્યાદ્વાદના પણ જે જે નિયમ પદાર્થને બંધબેસ્તા થઈ જાય છે અને વસ્તુ સ્થિતિ સમજાય છે, તે શોધ ગમે તેવા તીક્ષણ બુદ્ધિના મનુષ્યથી પણ થઈ શકે તેવું કહી શકાશે નહિ. મહાવીરપણું ખરા સ્વરૂપમાં તે ફક્ત મહાવીર માંજ મળી આવે છે, અને મહાવીરની મદદથી જ મનુષ્ય મહાવીરપણને પહોંચી શકે છે. દરેક મનુષ્યમાં મહાવીરપણું રહેલું છે, અને તે શક્તિને વિચારથી, જેવાથી અને ભેદજ્ઞાનથી અંતઃકરણના ઊંડાં ભાગમાં ઉથલપાથલ કરીને સત્ય સમજવાને શકિતવાળા થવાય છે પછી-તે છતાં સત્યના મૂળ શોધક થવાનું અને જગનાં મનુષ્યના હદયમાંથી સત્યની પ્રતીતિ કરાવવાનું મહાવીર જેવું ભાગ્ય કેઈ વિરલાનેજ માટે નિર્માણ થએલું હોય છે. એક મહાકવિ માણસના મનને પ્રફુલ્લિત કરવાને અને ધ્રુજાવવાને શક્તિવાન હોય છે, તેમાં ગમે તે ગુમ ભેદ હેય પણ એટલું તો નક્કી છે કે તે માત્ર પિ