________________
મહાવીર પરમતમાનું અદશ્ય સ્વરૂપ. હક મહાવીર પરમાત્માને અમારે એવા છે? તેઓ કહે છે કે તે જ્યાં મળે ત્યાં અમે તેના સ્થળે જઈને જોઈએ. અમે આગળ જઈએ છીએ પણ ત્યાં તે છે નહિ, અમે પાછળ હઠીએ છીએ પરંતુ ત્યાં પણ તેના દર્શન થતા નથી. તે એવી રીતે છુપાઈને રહે છે કે અમે તેને જોઈ શકતા નથી. તે ઘણા નજીકમાં છે અને વળી ઘણે દર છે, એ કેવું આશ્ચર્યજનક છે? તે પરમાત્મા હમેશાં મારા હૃદયની નજીકમાં હોય છતાં તેની સાથે સંબંધ કે વાતચીત અશક્ય થઈ પડે, કુદરતની દરેક હિલચાલમાં, મારા દરેક શ્વાસોશ્વાસમાં અને મારા હૃદયના દરેક વિચારમાં વીર પરમાત્માનું અસ્તિત્વ છે, છતાં હું તેના સ્વરૂપને જોઈ શકું નહિ? વળી જ્યારે શ્રદ્ધાળુ મનુષ્યને એમ વિચાર આવે છે કે ઘણુ મનુષ્યજ નાસ્તિક છે, આ દુનિઆમાં ઘણાઓ પરમાત્માને વિસારી મુકે છે, તેના વચનનું અપમાન કરે છે, તેના અસ્તિત્વને માટે પણ શંકા લાવે છે અને વળી ત્યારે મા- ' ણસ જાત કેટલીક કુદરતની શોધ કરી કુલાઈ જાય છે, ત્યારે વારંવાર ' એવી લાગણીભરી ઈચ્છા થાય છે કે, મનુષ્ય પરમાત્માને જુએ, ''અને તે મહાન સિદ્ધ સ્વરૂપ અને જગતના જીના કર્મોને શાંત સાક્ષી એક ક્ષણવાર પણ મનુષ્યની નજરે પડે, અને મનુષ્યની મૂMઈ અને દુષ્ટતાને દૂર કરે તે તે કેટલું બધું સારૂં? પરંતુ આ બધી ઈચ્છાઓ નકામી છે. શંકાશીલ ને ખાત્રી કરાવવાને કે નિરાશ થઈ ગયેલાને દિલાસે આપવાને અથવા અજ્ઞાની અને લુચ્ચાઓને જાગૃત કરવાને કઈ પણ કારણ માટે પરમાત્મા આ જગતમાં મનુષ્યની આંખે દેખી શકાય તેવી રીતે પોતાના અદશ્ય સ્વરૂપને દશ્ય કરે એવું કારણ નથી. પરમાત્માનું સ્વરૂપ મનુષ્યને દશ્ય ન થઈ શકે તેના અનેક કારણે છે. જ્યાં સુધી આપણે પાપ અને મેહના પ્રદેશમાં રહીએ છીએ ત્યાંસુધી તેનું દૈવિક માહાન્ય પ્રાપ્ત કરવાને શક્તિમાન થયા વગર પરમાત્માને જેવાને સમર્થ થઈ શકીએ નહિ. આપણે એક પર્વતની તળાટીએ જઈ શકીએ પણ તેના છેલા શિખર પર જે પ્રકાશ અને - માહાલ્ય હોય છે તેને આપણે પહોંચી શકતા નથી. ઘણાજ શ્રેષ્ઠ અને પવિત્ર મનુષ્ય જ્યારે પવિત્ર વિચારશ્રેણીથી ઉચ્ચપદ સુધી પહેચે છે ત્યારે પણ મનુષ્યપણામાં તે પરમાત્માના અદશ્ય સ્વરૂપ જોઈ -
L. P–10