________________
પ્રકરણ ૪ થું. મહાવીર પરમાત્માનું અદશ્ય સ્વરૂપ
ચતુર્ગતિમાં ભ્રમણ કરી રહેલા મનુષ્ય પ્રાણ મહાવીર પરમાભાના અદશ્ય સ્વરૂપને જોઈ શકશે? તેને જોવાની શું કેઈપણ સ
તમ શકિત આ જગપરના મનુષ્યમાં વિદ્યમાન છે? પરમાત્માને તેના મૂળ સ્વરૂપમાં જોવા અને જેનામાં જગતના સઘળા પદાર્થો પ્ર- તિબિંબિત થાય છે તેનું આશ્ચર્યકારક અસ્તિત્વ મનુષ્યની આંખ તાકીને જોઈ શકે એ કદિ સંભવિત છે ખરૂં? મેંદર્ય, આશ્ચર્ય અને તેજના દેખાવે કે જેના પર મનુષ્યની આંખ હમેશાં સ્થિર થઈ શકે છે, મહાન ચમત્કારિક દેખાવે છે જેના વિષે મનુષ્પકલ્પના પણ કરી શકે છે તેથી શું પરમાત્માના અદશ્ય સ્વરૂપને જેવાને તેને હ. દયચક્ષુ પણ શકિતમાન થઈ શકે ?
એક જાગૃત શ્રદ્ધાળુ આત્માની સર્વોતમ કિયા માત્ર મહાવીરના માહાતમ્યને અનુભવી શકે છે કેઈપણ શ્રેષ્ઠ મનુષ્યાત્માનું અતિશય સુખ દરેક ક્ષણે વિચાર અને આચારમાં ઉન્નત થવા શિવાય બીજું વિશેષ શું હોઈ શકે? સ્વર્ગનું સુખ, પવિત્રતાને આનંદ અને, અને શ્રેષ્ઠ આત્માની ઉચ્ચતા દરેક બાબત અનુભવાય છે, પરંતુ મહાવીર પરમાત્માને તેના અદશ્ય સ્વરૂપમાં જોઈ શકાતા નથી. જેને કેઈ માણસે જયા નથી અને કે મનુષ્ય જોઈ શક નથી,એવું પરમાત્મસ્વરૂપ છે. તેને અજર અમર અને અદશ્ય કહેવામાં આવે છે. ત્યારે શું મનુષ્ય પ્રાણીઓ દરેક આતુર ઈચ્છા અને પરમાત્માના સ્વરૂપને જોવાની ઉંડી અભિલાષા દાબીજ દેવી જોઈએ? કઈ શંકાશીળ અને દુઃખી આત્મા એ પ્રશ્ન નહિ કરે કે મારે મહાવીર પરમાત્માને જેવા છે? ઘણુ એમ નથી કહેતા કે જે મહાવીર પરમાત્મા ખરા હોય તે એક ક્ષણવાર પ્રગટ થઈને મારી શંકાઓ અને મુશ્કેલીઓ દૂર કરીને મને શાંતિ આપે? જેમના અંતઃકરણમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ ઉદવેલ નથી, અને તેના આત્માની આસપાસ સર્વત્ર અંધકાર થઈ રહ્યું છે. તેવા ઘણું અંતઃકરણમાંથી એવી બુમ નથી સંભળાતી કે