________________
મહાવીર પ્રકારા.
સમજવું જોઈએ કે, આવા પ્રકારની ઉત્પત્તિ માટે જગમાંથી પદાર્થોની શોધ કરવી તે નકામી છે. આપણે કલ્પનાશક્તિને છૂટી મુકી દઈએ, અને એમ અનુમાન કરીએ કે સૂર્યનું તેજ હરાઈ ગયું હોય. તારાને પ્રકાશ નષ્ટ થયે હેય, અને દેવેલેક સમુદ્ર, આકાશ વિગેરે જે પિતાના સંદર્યથી મુકત કરવામાં આવ્યા હોય તે પણ શું સિદ્ધ પરમાત્માની ન પહોંચી શકાય તેવી શક્તિ કેઈથી દૂર કરી શકાય તેવું બની શકે કે? પરમાત્મા થવાને અનેક અવતાર ધારણ કરવા પડે છે, અનંતાભવ ભટકવા પડે છે, તે પછી પરમાત્મા થઈને અવતાર ધારણ કરવામાં આવે એ વાત કેવી યુકિતવગરની જણાય છે ? સિદ્ધ થયા પછી જેને કઈ પણ ક્રિયાની જરૂર રહેતી નથી, અને જેમને કેઈન પર રાગ કે દ્વેષની વૃત્તિ નથી, તેમને અવતાર ધારણ કરવાનું કારણુજ શું હેઈ શકે! સિદ્ધ થવાને જે છેલ્લું શરીર અને છેવટનું મનુષ્યજીવન હોય છે, તેને જ અવતાર કહેવામાં આવતું હિય તે કાંઈ વાંધા ભરેલું નથી, પરંતુ સિદ્ધ થયા પછી મેક્ષ પામે
લા પરમાત્મા અવતાર લે એ વાત કારણ વગરની અને યુકિત વગરની છે, તેથી એ ભમ્ર કદી રાખ જોઈએ નહિ.
પરંતુ જે પરમાતમા ચર્મચક્ષુથી ન જોઈ શકાતા હોય તે શું આંતરિચક્ષુથી પણ તેના દર્શન નહિ થઈ શકતા હોય? જેમ શારીરિક પદાથે એક બીજા શરીરની ઈંદ્રીથી જોઈ શકાય છે, તેમ માનસિક શક્તિથી અંતરંગ પદાર્થો જેવાને સંભવ નથી? આત્મા આત્માને જોઈ નહિ શકે? પરમાત્માના દર્શનથી મનુષ્યને દૂર રાખવામાં આવ્યા છે, માટે જ શું એ બાબત અશક્ય છે?
આ બધા પ્રશનેને એ જવાબ આપી શકાય કે પરમાત્માનું આત્મિકસ્વરૂપ વિચારથી અને શાસ્ત્રથી જાણી શકાય તેવું છે, આ ટલે સુધી અશક્યતા નથી. અને એ રીતે જો આપણે બેલીએ તે આમા આત્માને અરસપરસ જોઈ શકે છે, કારણકે આપણે જાણીએ છીએ કે જેની આગળ બધા આત્માના અંત:કરણ ખુલ્લા છે તે આપણા નહિ બેલેલા વિચારો અને લાગણીઓ જાણે છે, અને આત્માને ઓળખવાની સાધારણ છુપી શક્તિ આપણામાં ઉત્પન્ન થાય તેથીપરમાત્માની શ્રેષ્ઠતામાં ઘટાડે થતું નથી. તેથી કરીને પરમાત્માનું જેટલું