________________
મહાવીર પ્રકાશ.
છે, તેથી સંપૂર્ણ અને સ્વચ્છ પ્રતિબિંબ પડવાને બદલે તેમાંથી સેંકડે જૂઠી કલ્પનાઓ અને અસત્ય પ્રમાણે ફૂટી નીકળે છે. અંતરિક ચક્ષુઓ અને કણ જે દઢ અને તંદુરસ્ત વિચાર વાતાવરણવાલા હેય તે દેવિક પદાર્થની સુંદરતા અને ઐક્યતા ત્વરિત ગ્રહણ કરી શકે છે, પણ માનવ આત્માની દષ્ટિ દૂષિત થએલી હોય છે, તેથી તેનામાં સત્યની તુલના કરવાનું વ્યાજબી છેરણ કયાંથી હોઈ શકે? એમ કેમ ખાત્રીથી કહી શકાય કે સત્યને દરેક મનુષ્યનું અંતઃકરણ ગ્રહણ કરી શકે છે. શાસ્ત્રના બીજા સિદ્ધાંતની સાથે એ પણ સિદ્ધાંત નથી કે મહાવીર પરમાત્માના રહસ્યવાળા ગૂઢ વિચારે માણસ ગ્રહશું કરી શકે નહિ કે જાણી શકે નહીં, કારણકે તે તાત્વિક સ્વરૂપે જુદા પડે છે. જો એવું કહેવામાં આવે કે જેઓ સત્યને ગ્રહણ કરે છે, તેમના અંતઃકરણપર મહાવીર પરમાત્મા જાગૃતિની ક્રિયા કરે છે તે છતાં પણ તેની સાથે એટલું હોવું જોઈએ કે, સત્યને માન્ય રાખ વાથી અને સમજવાથી મહાવીર પરમાત્મા અંતઃકરણને જાગૃત કરવાને અને પવિત્ર કરવાને કુદરતી રીતે કામ કરે છે, અને તેથી કરીને સત્યની પ્રતીતિ કેટલેક અંશે પવિત્રતા અને ભલાઈવાળા અંતઃકરશુમાં પ્રથમ દરજજાવાળી હોય છે. વિચારે કે અપૂર્ણ અને અસ્વ
૭ અંતઃકરણને સત્ય સમજેય છે, એમ કહી શકાશે કે? આંધળી આંખે વડે પ્રકાશ કેવી રીતે જોઈ શકાય? બહેરા કાનથી સુંદર સ્વર કેમ સાંભળી શકાય?
આ મુશ્કેલી ભરેલા પ્રશ્નનું નિરાકરણ કદાચ એવી રીતે કરી શકાય કે દેવિક સત્ય મનુષ્યના અંતઃકરણ પર પ્રતિબિંબ પાડવાને અને તેને જાગૃત કરવાને એકદમ પ્રયત્ન કરે છે કે તે સત્ય મનમાં એવી ગ્યતા ઉત્પન્ન કરે છે કે જેથી તે ભેદને પામી શકે છે. જેવી રીતે સૂર્યનું કીરણ રમતું રમતું સૂતેલા માણસની મુખમુદ્રા પર પડે છે અને પિતાને પ્રકાશ જેવાને માટે તેની ચક્ષુઓ ઉઘાડે છે તેવી જ રીતે મહાવીર પરમાત્માનું સત્ય આત્મા પર પ્રકાશતું તેની શકિત ચંચળ અને જાગૃત કરે છે કે જેથી કરીને તેજ સત્યને તે જઈ શકે છે જીજ્ઞાસા માનસિક શકિતને જાગૃત કરે છે તે છતાં માનસિક શકિત જીજ્ઞાસામાં ઓતપ્રોત થયેલી છે તેથી બેમાંથી પ્રથમ કિયા કોની છે તે ચેકસ કહેવાતું નથી પણ તેઓ એક સાથે જ કામ