________________
મહાવીર પ્રકાશ
ઘરમાં રહેવાથી નહીં પરંતુ આપણા હદયમાં–અંતઃકરણમાં તેને નિવાસ થવાથી આપણુ યુક્તિ થઈ શકે, દરેક જાગૃત આત્મા કે જેઓએ વિર પરમાત્માને બાહ્ય સ્વરૂપ આ જગતપર જોયા છે તેઓ સર્વેના હદય અને અંતઃકરણમાં તે શાશ્વતના સુખના બીજ રોપી શકયા છે. જેઓએ ઘણુંજ ધ્યાન પૂર્વક તેની મુખમુદ્રા જોઈ છે, અને તેના વચને શ્રવણ કરેલા છે, તેમનામાં તેઓ જ્યાં હશે ત્યાં મહાવીરપણાની શક્તિ હજુ પણ જાગૃત હશે. તમારી મુશ્કેલી અને મુંઝવણ વખતે પિતે તમારી બાજુમાં છે, એમ જાણવાને તમને જે તે શકિતમાન કરે, તેના વચન સાંભળવાને તમને પ્રેરણું કરે, તેને મજબુત હાથ પકડવાને તમને ઉત્સાહવાળા કરે તે તમારે સમજવું કે તે મહાવીરની કૃપાથી તમે જરૂર મહાવીર થશે, એવી રીતે તેમણે ઘણું માણસને મહાવીર કીધા છે, અને આજ પણ કરે છે. તમારે એમ માનવું જોઈએ કે દરેક પવિત્ર વિચાર જે તમારા હૃદયમાં ઉત્પન્ન થાય છે તે મહાવીર પણાની સૂચના છે. ભક્તિ ભાવનામાં આત્માને જે લીન ભાવ થાય છે તે મહાવીરપણું પ્રગટ થયા પછી જ થાય છે. તમારા હદપાટ તે મહાવીર પાસે ખુલા કરે અને તેનું મહાવીરપણું તમારા આત્મામાં પ્રવેશ કરશે. તમારે આત્મા તેની સાથે એકમેક થશે અને મહાવીરપણુથી તમારું હૃદય ધડકશે, તમારું માહાતમ્ય મહાવીર જેવું જ થશે. અરે ! નબળા અને ધ્રુજતા મનુષ્ય? તને પવિત્ર, શાંત અને સબળ થવાને જે કાંઈ જઈએ છીએ તે આ સઘળું નથી? મૂછ પામતા શરીરને ભાનવાળા કરવાની પેઠે તે મહાવીર પરમાત્મા તારી દુર્દશામાંથી તને મહાવીર બનાવવાને પરમ પ્રયત્નવાન છે કે નહિ તેને તું વિચાર કર અને તારી આત્મિક નબળાઈ દૂર કરીને મહાવીર પણને અનુભવ કર.
ઉપસંહાર, જે વિષયની આપણે લંબાણથી નિરીક્ષા કરી છીએ તે અંતમાં એમ બતાવે છે કે મહાવીરના સત્યની પ્રતીતિનો શ્રેષ્ઠ પાઠ તેમાંથી કરેક મનુષ્ય શીખી શકશે અને તેની જવાબદારી તેના પર રહેશે. દેષિક સત્યના જે પુરાવાથી આપણે તેને સ્વીકારને હકક રાખી શકીએ