________________
મહાવીર પ્રકાશ.
નંદ ઉપર તરી આવશે નવા જન્મેલા આત્માને તરતના દેખાવથી જીદગીને નવેજ અર્થ લાગશે. જગતપર ધીમે ધીમે વધારે મહત્વ વાળી આશાઓનું પઠીઉં થશે અને જ્યારે બાળપણની નવાઈ જેવી નજરથી સઘળી ચીજો તાજી અને નવીન જણાતી હતી ત્યારે બહારના પદાર્થો અને બનાવે લાભના અજાણપણામાં સુખી વખતમાં આશ્ચર્ય તરીકે જોવાતા હતા. શ્રદ્ધાળુ મનુષ્યના અંતઃકરણમાં પણ ધીમે ધીમે શાંતિ, ચિંતા રહિત વિશ્વાસ, અને સાંસારિક ફિકરમાંથી મુક્તિ જાગૃત થએલ જ. ણાશે, કે જે સ્થિતિ એક નાનું બાળક પિતાના પિતા તરફથી સઘળી જરૂરીઆતે પુરી પડશે તેવો વિશ્વાસથી અનુભવે છે, તેને મળતીજ રીતે મહાવીર જે પિતા મળવાથી તેમાં શ્રદ્ધા રાખનાર આત્મા નિશ્ચિત થઈ શકે છે. એકજ શબ્દમાં કહીએ તે આત્માને ફરી વખતના લાગવગથી મહાવીર પરમાત્મા સાથે સંબંધ થવા દે, અને વહેલું કે મેડું તેનામાં નવીન જીવન બાળપણના ચિહે દેખાવા લાગશે, બાળપણથી દરેક આકર્ષણ કરે તેવા ગુણોની ઉત્પત્તિ થશે, જે વધારે પવિત્ર, વધારે ઉમદા પ્રકારના અને જીવનને ઘણું જ મહત્વનું કરે તેવા થશે.
મનુષ્યના આત્મામાં ફેરફાર થવાની સાથે આવી રીતે મહાવીર પરમામા દરેક આત્માને મોક્ષ માટે ફરી જીવન શરૂ કરવાને તેમના વચનમાં જાહેર કરે છે. અને નવીન જન્મને વિચાર જો કદાચ આશ્ચર્યકારક લાગે તે જે માણસ મહાવીર પરમાત્માના વચનનું રહસ્ય સમજી શકે છે, તે અંતઃકરણને તેમના વચનનું ખરું સિદ્ધાંતિક રહસ્ય ઘણી જ અસર કરશે, અને જે તે આત્માને તે વખતે સમ્યકત્વની ફરસના થશે તે ત્યારથી તેના નવીન જન્મ ની શરૂઆત થશે. એવી રીતે મહાવીર પરમાત્માના પવિત્ર વચન થી હજારે આત્મા સમ્યકત્વ પામી નવીન જીવન શરૂ કરી જીવનના અંતને પામ્યા છે, અને હજુ પણ તેજ રીતે નવું જીવન શરૂ કરી અનાદિકાળે દુઃપ્રાપ્ય એવી મુક્તિને પ્રાપ્ત કરવા દરેક સામગ્રી સહજ મેળવી શકે છે, તમે જુએ છે કે તેમના ઉંડા રહસ્યવાળા સિદ્ધાં તે સમજવાને જે મુશ્કેલીઓ નડે છે, તે સિદ્ધાંત મનુષ્યના અંતઃકરણમાં સ્થાપિત થઈ શકે એટલા માટે તે વીર પરમાત્માએ સાદા