________________
* મહાવીર પ્રકાશ. દીધો નથી, તેનો સર્વોત્તમ હેતુ અને સ્વાત્માવલંબન એક ક્ષણવાર પણ નબળા પડતા નથી. દરેક ક્ષણે આખા જગના નિયમેની પેઠે બંધનમુક્ત થવાની ક્રિયા તેનામાં ચાલુ રહે છે. અને બીજા આત્મા એ જ્યારે સાંસારિક સુખદુઃખથી ઘણા સચેત હોવા છતાં બંધાય છે ત્યારે ગમે તેવા લાલચના ને દુઃખના પ્રસંગે પણ મહાવીરનું મહાવીરપણું ચલાયમાન થયું નથી. તેમનું જ્ઞાન એટલું બધું વિશાળ હતું કે તેનો આત્મા લેક પ્રયાણ પ્રદેશમાં પ્રાણીઓ પર પ્રભાવ પાડતું હતું, જ્યાં જ્યાં તે વીરપરમાત્મા વિચરતા હતા ત્યાં ત્યાંની ભૂમિ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં કાંઈ નવીન પ્રકારનું સ્વગય જીવન આવતું હતું. વિરપરમાત્માના અતિશયની વાતે જે શાસ્ત્રમાં લખેલી છે તે વિષે હાલના પશ્ચિમાત્ય કેળવણી લીધેલા યુવકેને શ્રદ્ધા રહેતી નથી પરંતુ મહાત્માઓના પવિત્ર શ્વાસે શ્વાસ અને ઉદ્દગાથી હવાનું વાતાવરણ એટલું બધું પવિત્ર થઈ જાય છે કે તેને લીધે જન્મ વેરી એવા પ્રાણીઓ પણ પિતાનું જન્મ વૈર તજીને શાંતિને અનુભવ કરે છે, દરેક પાંદડું પ્રસન્નતાથી ચાલે છે, દરેક વનસ્પતિમાં તેને પ્રભાવ પડે છે, આકાશ તેના વિચારવાથી રમણિક થઈ જાય છે, સૂર્યમાં પણ શાંતિ જેવું લાગે છે, પવન મ ધુર અને સુખકારક લાગે છે અને તે વીરપરમાત્માની સર્વોત્તમ શ્રેષ્ઠતા કુદરતી પદાર્થોમાં પણ પ્રત્યક્ષ અનુભવાય છે. મહાવીર પરમાત્મા વિષે જે જે અતિશય શાસ્ત્રકારે એ કહેલા છે તેથી કદી, પણ આશ્ચર્ય પામવાનું નથી પરમાત્મમય જગત કહેવાય છે તેનું રહસ્ય સમજવું ઘણું જરૂરનું છે. આ જગત્ આત્માથી ભરેલું છે તે દરેક જગ્યામાં પરમાત્મા પિતાના સર્વજ્ઞાણાથી સર્વત્ર છે, તે સર્વત્ર છે અને નથી એમ જે સ્યાદ્વાદ સિદ્ધાંત છે તેને ભેદ બુદ્ધિમાનેજ સમજી શકે છે. સિદ્ધ થઈ આવેલા આત્માઓ પિતાની અવગાહના સહિત મેક્ષમાં રહે છે અને તેથી એમ કહેવાય કે તેને આત્મા સ
ત્ર નથી પણ આત્માને જે મુખ્ય ગુણજ્ઞાન છે તે સર્વત્ર હેવાથી તે સર્વત્ર છે એમ પણ કહી શકાય આ બધી સપ્તભંગીના ભેદમાં આપણે અત્રે ઉતરવા માગતા નથી. માત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે મહાવીર પરમાત્મા જ્યારે દરેક સૂક્ષ્મ પદાર્થમાં પ્રતિબિંબ પાડી શકે છે તે તેના જેવાજ આત્માઓ કે જેઓનું સ્વરૂપ કર્મ