________________
મહાવીર સાથે આત્માના લાગવગ. પણ ઉદાહરણ આપવાની જરૂર નથી. જેમ કે શાંત વાતમાં કુદરતનું સ્વરૂપ તમે જુઓ છે તેમ ગ્રીષ્મનાતુની બપોરે અથવા ઝાંખા ઝળઝળીઆના વખતે દરેક પ્રદેશમાં શાંતિ હોય છે, દરેક વૃક્ષ શાંત અને સ્થિર સ્થિતિમાં રહે છે. દરેક ઝરે કાંઈ પણ અવાજ વગર વહે છે, દરેક છેડે, દરેક પુખ અને દરેક પાંદડું જાણે શાંતિમાં ગ્રસ્ત થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ વળી તમે કદાચ કોઈ અદશ્ય શક્તિની ફરમાશથી તે દેખાવ ઉપર ફેરફાર થતે જે કોઈ સ્થળેથી તમારા કાનપર મધુર સ્વર પડશે, પાંદડાઓ ચાલતા અને ખડખડાટ અવાજ કરતા સંભળાશે.વૃક્ષે વળી જતા અને ચાલતા થઈ જશે, ઝરો જોરથી પ્રવાહમાં વહે છે અને અવાજ કરતે જણાશે, અને દરેક સ્થળે જે જે ફેરફારે થવા માંડે છે, તે પરથી એમ જણાય છે કે કેઈ નવીન કુદરતી શક્તિ નજીકમાં કામે લાગે લી છે. કુદરતના આ ફેરફારે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, પરંતુ તેમાં તેવા ફેરફારે શાથી થાય છે, તે આપણે જોઈ શકીએ છીએ? આ ઉપરથી સમજાશે કે કુદરતના નિયમોને માણસ જાણવાને અસમર્થ છે તે પછી કુદરત જેને તાબે છે અને જેના સૂક્ષમ ભાવેનું જેમનામાં પ્રતિબિંબ પડે છે, તે મહાવીર પરમાત્માના છૂપા જીવનના કાર્યો કેણ જાણી શકે? તે કેવી રીતે કર્મથી મુક્ત થાય છે, અને બીજાને કર્મથી મુક્ત કરે છે, તે કોઈ જાણે કે વર્ણન કરી શકશે? રેહણીયા ચેર જેવા કે જમાલી જેવા નિહવ જન્મ શત્રુને તેની કઈ શક્તિએ અંધકાર દૂર કર્યો તે કહેવું મુશ્કેલ છે. માણસ મહાવીર ન થાય ત્યાંસુધી મહાવીરના ભેદને પામી શકશે નહિ, તે માત્ર તેના કામોની અસર જોશે પણ તેની અંતરંગ કિયા જોઈ શકાશે નહિ. આત્મા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. જાય છે તે તમે જાણતા નથી પરંતુ તે સઘળું જાણે છે અને તમારા ઉદ્ધારમાં જરૂર પડે ત્યારે તેવા ચરિત્રે તે કહી સંભળાવે છે. તમારે તેના મહાવીપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ અને મહાવીર થવા પ્રયત્નવાન થવું જોઈએ.
જેઓ જાગૃત આત્મા હોય છે તેમને માટે પણ તેવું જ બને છે કુદરતના રહસ્યને જેમ પાર પામી શકાતું નથી તેમજ જાગૃત આત્માની છુપી ક્રિયાઓ જાણી શકાતી નથી પણ જેવી સ્થિતિ એકના