________________
મનુષ્ય અને મહાવીર.
તેથી હું તેને સત્ય અને સારી કહું છું. મારા મનમાં તે વિષે જરા પણ શંકા રહેતી નથી અને પરમાત્માની સાક્ષીએ મારૂં અંતકરણ કંઈ પણ કારણ વગર તે બાબત કબુલ કરી લે છે.”
હવે પરમાત્માના વચને તે આવા પ્રકારના ઘણા સત્ય રૂપે છે. જે વચને શાસ્ત્રમાં લખાએલાં છે તેમાંના ઘણા વિષે મનુષ્યનું મન એટલું ખાત્રીવાળું હોય છે કે જેવા તે મનપર આવે છે કે તરતજ તેની સત્યતાની પ્રતીતિ થાય છે. જેમ મનહર દેખાની સુંદરતા સાબીત કરવાને શેખીન આંખને કઈ પણ પુરાવાની જરૂર રહેતી નથી, ચંચળ કાનને મધુર સ્વરની ખાત્રીને માટે કાંઈ પણ પ્રમાણુની જેમ જરૂર રહેતી નથી, તેવી જ રીતે મનુષ્યના આત્માને જગતની નિતિક સુંદરતા અને એક્યતા જે પરમાત્માના વચનથી જણાય છે, તેમાં એટલો બધે ગૂઢ અને સત્ય વ્યવહાર રહેલો છે કે આંતર ચસુઓ જે દૂષિત ન હોય તે સ્વાભાવિક ખાત્રી અને પ્રમાણુથી એકદમ દૈવિક સત્ય પદાર્થના સ્વરૂપને અનુભવી શકે છે. આત્માના મૂળ બંધારણમાં વગર લખેલા એવા સત્ય સિદ્ધાંતે છે કે જે બહારના લખેલા શાસ્ત્રરૂપે પરિણામને પામે છે, કહેવાનુ તાત્પર્ય એવું છે કે શાસ્ત્રીય સિદ્ધાંતનું મૂળ આત્મામાં છે. અંતઃકરણના ઉંડાણમાં એવું જ્ઞાન રહેલું છે કે મહાવીર પરમાત્માના જ્ઞાનને પ્રતિબિંબિત અવાજ છેક ત્યાં જઈ અથડાય છે અને બધી જાતના આડા આવતા અજ્ઞાન શલ્યને તે દૂર કરી શકે છે. ટુંકામાં સરળ અંત:કરણવાળા મનુષ્યમાં મહાવીરપણાનું તાત્કાલિક, દઢ અને સીધું પ્રતિબિંબ પડે છે ઉપરના સિદ્ધાંતને સ્કુટ કરવાની હજુ અગત્ય છે. જો કે તેમાં ગુંચવાઈ જવાને ઘણે ભય રહે છે તે પણ સત્યતાનું ખરું રહસ્ય બની શકે તેટલું સ્કુટ કરવાનો પ્રયત્ન કરીશું.
જે સત્ય વિષે મનુષ્યને સ્વાભાવિક પ્રતીતિ થાય છે તે સત્ય પિતાના અંતઃકરણને કેળવ્યા વગર તે શોધી કાઢે છે તેવું નથી. મહાવીરના સત્ય વચને પ્રતિષિત થવાથી કે હૃદયમાં ઊંડા ઉતરવાથી તે વચનના સિદ્ધાંતનું મૂળ શોધવાની મનુષ્યમાં એગ્યતા હોય છે એમ કહી શકાય નહિ. જે તેમ હોય તે વિવેક બુદ્ધિના અને અંતઃકરણના નિયમથી કેઈની પણ મદદ વગર શાસ્ત્રીય સિદ્ધાંત