________________
૨૮
લવ યુ ડોટર
અને કડવી વસ્તુ સૌથી છેલ્લે ખાવી
જોઈએ. • જલપાન યોગ્ય સમયે કરવું ? ભોજનની શરૂઆતમાં પાણી પીવામાં
આવે, તો જઠરાગ્નિ મંદ થાય છે = ડાઇજેટિંગ પાવર ઘટે છે. ભોજનની વચ્ચે પાણી પીવામાં આવે, તે અમૃતની સમાન છે. ભોજનના અંતે પાણી પીવામાં આવે તે ઝેર સમાન છે. માટે ભોજન પહેલાં કે પછી પાણી ન પીવું, ભોજનમાં વચ્ચે પાણી પીવું.
ભોજન પછી થોડા સમય સુધી શરીર દબાવવું, ભાર ઉપાડવો, બેસવું, દોડવું કે સ્નાન વગેરે કરવું - આમાંથી કશું પણ ન કરવું જોઈએ. આ વિષયમાં બહુ સરસ શ્લોક છે. મુવત્ત્વોપવિરતઃ - જમીને બેસે તો પેટ વધે. વર્તમુત્તાનશાયિનઃા - ચત્તા સૂવે તો બળ વધે. આયુર્વાશયાથ - ડાબે પડખે સૂવે તો આયુષ્ય વધે. મૃત્યુવતિ ધાવત: - દોડે તો મૃત્યુ દોડતું આવે.
ભોજન કર્યા પછી બે ઘડી (૪૮ મિનિટ) સુધી ડાબે પડખે સૂવું જોઈએ. અહીં સૂવાનો અર્થ ઊંધવું એવો નથી. જાગૃતપણે પડ્યા રહેવાની વાત છે. તંદૂલવેચારિક આગમમાં કહ્યું છે - વાને પાસે સુપરિને પUUજો - ડાબું પડખું સુખ આપે છે. હરિ પાસે ૩પરિણામે પUત્તે - જમણું પડખું દુઃખ આપે છે. સૂવાને બદલે ૧૦૦ પગલાં જેટલું ચાલી પણ શકાય.