________________
ज्योतिष्करण्डकम्
અર્થથી સાક્ષાત્ ભગવાન વર્ધમાનસ્વામી દ્વારા કહેવાયેલાં છે અને સૂત્રથી ગણધરો દ્વારા. તેથી આ પ્રકરણ પરંપરાગત રીતે જોતાં સર્વજ્ઞમૂલક થાય છે એટલે જ અવિતથ છે અને અવિતથ હોવાથી અવશ્ય ઉપાદેય છે.
કોઈપણ પ્રકરણની રચનામાં ચાર વસ્તુઓ કારણભૂત હોય છે. (૧) મંગલ (૨) અભિધેય (૩) પ્રયોજન (૪) અધિકાર.
મંગલની વાત આગળ જણાવી, હવે, અભિધેય અહીં “કાલવિભાગ' છે. કારણ કે સૂર્યપ્રજ્ઞપ્તિમાં વર્ણવેલ કાલના વિસ્તૃત વર્ણનમાંથી સંક્ષેપમાં કાળનો વિભાગ અહીં બતાવવાનો છે. ત્રીજા નંબરમાં પ્રયોજન, એ બે પ્રકારે અનંતર અને પરંપર. કાલવિભાગનું પરિણામ એ શ્રોતાનું અનંતર પ્રયોજન છે અને નિઃશ્રેયશ (મોક્ષ)ની પ્રાપ્તિ એ પરંપર પ્રયોજન છે. કાલવિભાગને સમ્યગૂ રીતે જાણીને “આ સંસારમાં કાળનો કે દુઃખોનો અંત નથી.” એમ સંવેગથી મોક્ષ માટે પ્રવૃત્ત થાય છે અને ત્યાર બાદ તેને પ્રાપ્ત કરે છે. હવે કર્તાનું અનંતર પ્રયોજન સત્તાનુગ્રહ છે અને પરંપર તો તેને પણ મોક્ષપ્રાપ્તિ જ છે, કારણ કે સત્ત્વાનુગ્રહ પરંપરાએ મોક્ષનું કારણ છે, કહ્યું છે :“સર્વજ્ઞના ઉપદેશથી જે બોધબાહ્ય એવા સત્ત્વો ઉપર અનુગ્રહ (ઉપકાર) કરે છે તે શીઘ્રતાથી શિવ (મોક્ષ) ને પામે છે” | ૧ |
અહીં, “કાલવિભાગ અભિધેય છે' એમ કહ્યું એટલે ચોથા નંબરમાં આવતા જે અધિકારો દ્વારા કાલવિભાગ કહેવાયોગ્ય છે તે એકવીશ અધિકારો આગળના ચાર શ્લોકો દ્વારા જણાવે છે.
- કાલવિભાગના વ્યવહારથી અધિકારો:कालपमाणं१ माणंर निष्फत्ती अहिगमासगस्स वि य३ । वोच्छामि ओमरत्तं५ पव्वतिहिणो समत्तिं च४ ॥ २ ॥ नक्खत्तपरीमाणं६ परिमाणं वा वि चंदसूराणं७ । नक्खत्तचंदसूराण गइं८ नक्खत्तजोगं च९ ॥ ३ ॥ मंडलविभाग१०मयणं११आउट्टी१२मंडलेमुहुत्तगई१३ । उउ१४विसुव१५वईवाए१६तावं१७वुढेि च दिवसाणं१८ ॥४॥