________________
સિંધુ-સમાન છે. એ અર્દશ્ય અધ્યાત્મ લોકના ચિંતન, મનન અને નિદિધ્યાસન જ ભારતીય દર્શન અને વિશેષતઃ જૈનદર્શનનો વાચ્ય અને વ્યાખ્યેય છે. ભગવાન મહાવીરના વિરાટ જ્ઞાનલોકે અધ્યાત્મને સર્વોચ્ચ બતાવતાં કહ્યું - “ને ાં નાળફ સે મળ્યું નાળ' . ‘આચારાંગ સૂત્ર’
જે એક આત્માને જાણી લે છે, એ બધું જ જાણી લે છે. આ અધ્યાત્મની પરાકાષ્ઠા છે.
જીવનના વિકાસ માટે આધ્યાત્મિકતાનું હોવું અત્યંત આવશ્યક છે. જ્યાં સુધી વ્યક્તિ ભૌતિકવાદમાં ભટકતો રહે છે, ત્યાં સુધી એને સુખ, શાંતિ અને સંતોષ પ્રાપ્ત નથી થતો. અધ્યાત્મવાદની આ ધ્રુવ ધારણા છે કે આત્મામાં આનંદનો અનંત સાગર લહરી રહ્યો છે, સુખનો સ્રોત ક્યાંય બહાર નથી. તે પોતાના હૃદયમાં, સરસ્વતીની ગુપ્ત ધારાની જેમ નિરંતર વહે છે. જરૂર છે એને જોવા અને સમજવાની અંતર્દષ્ટિની. જ્યાં સુધી આપણી દૃષ્ટિ બહારનાં ભૌતિક તત્ત્વો અને પૌદ્ગલિક જડ વસ્તુઓને જોવામાં મસ્ત રહે છે, ત્યાં સુધી એ અંતર્દિષ્ટ ખૂલી શકતી નથી. જ્યારે બાહ્યદૃષ્ટિ બંધ થાય છે ત્યારે અંતર્દષ્ટિ ખૂલે છે. અંતર્દષ્ટ ખૂલવાથી આત્મામાં સ્વયંના અનંત સૌંદર્યના દર્શન થાય છે. એક વિરાટ આલોક આપણા પોતાના અંદર જગમગવા લાગે છે. એક અનિર્વચનીય આનંદની અનુભૂતિ થવા લાગે છે. જો આપણે એ અલૌકિક તત્ત્વ ‘સત્યમ્ શિવમ્ સુન્તરમ્'નો સાક્ષાત્કાર કરવા ઇચ્છીએ છીએ, તો આપણે બાહ્ય દુનિયાથી અસંબદ્ધ થઈ, અંતરંગમાં જોવાનો પ્રયત્ન કરવો પડશે, આ પ્રયત્ન પણ ત્યારે જ સંભવ છે જ્યારે વ્યક્તિ ભોગને છોડી યોગની તરફ, સંઘર્ષને છોડી શાંતિની તરફ, વિષમતાને છોડી સમતાની તરફ ગતિશીલ થવાનો પ્રયત્ન કરે. જો જીવનમાં વાસ્તવિક સુખ અને આનંદનો અનુભવ કરવો છે તો અધ્યાત્મની શરણમાં આવ્યા વિના સંભવ નથી.
આજના વૈજ્ઞાનિક યુગે ભૌતિક-વિજ્ઞાનના બળ પર અનેક શોધો કરી છે અને ભૌતિક સુખ-સુવિધાઓના વ્યાપક રૂપમાં વિસ્તાર કર્યો છે. પરંતુ આનાથી મનુષ્યને સુખ-શાંતિનો અનુભવ નથી થઈ શકતો. આનાથી આગળ વધીને એવું કહી શકાય કે ભૌતિક-વિજ્ઞાને મનુષ્યને શારીરિક સુવિધાઓ ભલે આપી હોય, પરંતુ એણે મનુષ્યની માનસિક શાંતિને ક્ષત-વિક્ષત (વેર-વિખેર) કરી નાખી છે. આજે પ્રત્યેક મનુષ્ય માનસિક અશાંતિનો શિકાર છે. આધુનિક વિજ્ઞાનનું સ્વરૂપ કલ્યાણકારી નથી. એ વિશ્વ માટે વિનાશકારી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, એનો અર્થ એવો નથી કે વિજ્ઞાનની કોઈ ઉપલબ્ધિ નથી. એની અનેક ઉપલબ્ધિઓ છે, પરંતુ એ ઉપલબ્ધિઓ ત્યારે જ સાર્થક અને કલ્યાણકારી થઈ શકે છે જ્યારે એની સાથે ધર્મ અને અધ્યાત્મનો સંયોગ હોય. ધર્મરહિત વિજ્ઞાન સંસાર માટે કલ્યાણકારી નથી થઈ શકતું. વિજ્ઞાન પર જો ધર્મ અને દર્શનનો અંકુશ થઈ જાય, તો વિજ્ઞાનની ભયંકરતા શુભકરતામાં પરિવર્તિત થઈ શકે છે. વિશ્વ-શાંતિ તથા આત્મ-શાંતિ
પ્રવેશ
3