________________
[11] સાધુ-સાધ્વીને મળી. આપનાં ચરણમાં નમસ્કાર કરું. પુનઃ પુનઃ એક જ વિનંતિ કરું..મારી વિસ્મૃતિ નષ્ટ કરો....મને સ્મૃતિશક્તિનું વરદાન આપો...
ધન્ય ગુરુવર!.....ધન્ય શિષ્યા!..ધન્ય પ્રભુનું શાસન...
અદ્યાવધિ સમસ્ત શ્રમણ સંઘ ચૂલિકાનો પાઠ ગૌરવથી કરે છે. ચૂલિક પ્રાપ્તિનો ઇતિહાસ બોલતાં યક્ષા સાધ્વીજી મ.ને સૌ શિર ઝુકાવી દે છે. જિનશાસનમાં વ્યક્તિની પૂજા છે જ નહિ. ગુણનું જ બહુમાન છે, જ્ઞાનનું જ બહુમાન છે. પૂજ્યો! મારું અંતર શાસનપ્રેમથી ભરી દો. મારા કર્મના કાતિલ પડદાને દૂર કરો. મારા આત્માના અનંત ગુણોનું પ્રકટીકરણ કરો. પ્રભુ! હું કર્મ જાનત ભેદોને ભૂલું. આત્માના અદ્વિતીય ગુણોની ઉપબૃહણા કરું. બાહ્ય ભેદ ભૂલું. આંતર સ્વરૂપને નિહાળવાની શાસ્ત્રદષ્ટિ આપો. પ્રભુ! દેહને ભૂલું. વર્ણ-ગંધ-રસ-સ્પર્શને ભૂલું. મારી જડ દૃષ્ટિ દૂર થાય.
આત્મદષ્ટિ પ્રગટે એવી કૃપા કરો........ વંદનીય આયગણ :
ઇતિહાસના ચમકતા સિતારાસમાં આયઓના શ્રેણીબદ્ધ દર્શન મનોભૂમિમાં સાક્ષાત્ જેવા ક્યારેક થાય છે. તેમની દિવ્ય અનુભૂતિ મગજને તરબતર કરી કંઈક આશિષ અને માર્ગદર્શન આપે છે. રોજ પ્રાતઃકાળમાં દર્શન કરું છું. શ્રી સમેતશિખર તીર્થોદ્ધરિકા બાલદીક્ષિતા પૂ. સા. રંજનશ્રીજી મ.ના મહાન તીર્થનો જીર્ણોદ્ધાર પૂ. સા. રંજનશ્રી મ.ની પ્રેરણા અને માર્ગદર્શનને આભારી. પણ જિનશાસનની મયદાનાં કેટલાં જાણકાર, કેટલા વિનયમૂર્તિ....ગુરુચરણે નિવેદન કર્યું. દુનિયા ભલે કહે, જીર્ણોદ્ધાર સાધ્વીજી મહારાજે કરાવ્યો. પણ મારો અંતરાત્મા મને કહે છે ગુરુદેવ! સાગરજી મ.ની કૃપાનું ફળ છે. પ્રતિષ્ઠા આચાર્ય ભગવંતની તારક નિશ્રામાં વંદન કરીએ. આપના પુનિત ચરણમાં આશિષ માંગીએ. શાસનસેવાના અને શાસન-મર્યાદાના આપની સાથે જ સ્મૃતિ થાય છે, નાકોડા તીર્થનાં ઉદ્વારિકા પૂ. હેતશ્રીજી મ.ના.
સદા પ્રાતઃકાળે દર્શન આપે છે. અમારા ભવોદધિતારક ત્યાગ-તપશ્ચર્યાનાં જીવંત મૂર્તિ ગુણીવર્યા પૂ. સુવ્રતાથીજી મ. જીવનમાં આરાધના, સાધના અને ઉત્કૃષ્ટ ચારિત્રમાં લીન રહેતાં, પ્રભુભક્તિમાં મસ્ત રહેતાં. ત્રણ-ત્રણ કલાક સુધી એક પદ દ્વારા પ્રભુમાં ખોવાઈ જતાં. અંતરના અથુજળે, પ્રભુનો પ્રક્ષાલ કરતાં મહાન ગુરુણી યાદ આવે છે. સરલ મૂર્તિ પૂ. મંગલશ્રીજી મ. યાદ આવે છે. અનેક સંસ્મરણો જાગૃત બને છે. જ્ઞાનમૂર્તિ પૂ. જયાશ્રીજી મ. પ્રતિદિન પ્રાતઃકાળે ત્રણ વાગ્યાથી જેમનો સ્વાધ્યાયનો નાદ બાલ્ય ઉંમરમાં શ્રવણ કરતાં જ આંખો ખૂલતી. જેમને વાત ન ગમે, વિવાદ ન ગમે, પણ એક ગમે જ્ઞાનની મસ્તી...
જેમને જીવનમાં હું-તું-મારું-તારું ગૌણ કરી એક શાસન અને ગુરુદેવને મુખ્ય માનેલ તે અમારા ઉપકારી પૂ. મોટા મ. સર્વોદયાશ્રી મ. સા. પ્રભુશાસન અને ગુરુદેવ સાડા ત્રણ કરોડ રોમરાજિમાં જેમને બિરાજિત હતાં. મને, અમને સૌને કહેતાં – જમાનાનું ઝેર કાતિલ છે. શાસનની મર્યાદાઓ મહાન છે. ગુરુદેવનું આશૈશ્વર્ય જ તારક છે. કયારેય કયાંય મોટા ભા ના થતાં, નમ્રતા અને વિવેક-વિનયથી જ શોભા વધારજો. અમારાં પૂ. મોટાંબેન સદા જ્ઞાનચર્ચા–સ્વાધ્યાયમાં લીન–તેમનો પણ એક જ મંત્ર –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org