________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
८
અર્પણ
અધ્યાત્મ યુગસર્જક; અધ્યાત્મયુગપુરુષ; અધ્યાત્મ શિરોમણી સદ્ગુરુદેવશ્રી... કહાન ગુરુદેવ આપશ્રીએ તો વર્તમાનકાળે કેવળીનાં વિરહ ભુલાવ્યા છે. ‘સૌને જ્ઞાન જણાય છે', ‘સૌને જ્ઞાયક જણાય છે'; અને ૫૨ને જાણવું તે જ અપરાધ છે. આવો પરમાર્થ સંદેશો આપનાર આપશ્રી અધ્યાત્મ સરોવરનાં ચૈતન્ય હંસ છો. યુગો યુગોથી કર્તાકર્મની ભ્રાંતિથી અને શેય જ્ઞાયકનાં સંકર દોષથી વ્યથિત, દુ:ખિત ભવ્ય જીવોને મુક્તિનો રાહ પ્રદર્શિત કરી અને જૈનદર્શનનાં અનેક રહસ્યોને, જૈનધર્મના ગુપ્ત ખજાનાને આપશ્રીએ ખોલી નાખ્યા છે. આપશ્રીએ પ્રરૂપેલા માર્ગને સ્વાનુભવથી પ્રમાણિત કરી અને જ્ઞાતા જ્ઞેયના વ્યવહારનો પ્રબળપણે નિષેધ કરાવનાર તેમજ જાણનાર
જણાય છે નો જાગૃતબોધ આપનાર આપના ધર્મ સુપુત્ર લાલનાં વચનામૃતોને પુસ્તકરૂપે
પ્રકાશિત કરી આપશ્રીનાં કરકમળોમાં સવિનય
સમર્પિત કરીએ
છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com