Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧] મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી કૃતજ્ઞાનસાર સૂત્રનળ. [ ૭૭
૨ ક્રિયા વિનાનું (પાંગળું) જ્ઞાન (માત્ર) કંઈપણ કાર્ય સાધક-ઉપયોગી થઈ શકતું નથી. કેમકે માર્ગને જાણ છતાં કોઇપણ મન ક્રિયાવિના ઈષ્ટ સ્થાને પહોંચી શકતો નથી.
૩ પૂર્ણ જ્ઞાની પણ પોતે અનુકૂળ ક્રિયા ઉચિત કાળે કર્યા કરે છે કેમકે સ્વયંપ્રકાશી એવા દીપકને પણ દીવેટ અને તેલ પૂરવાદિકની અપેક્ષા રહે છે.
૪ ક્રિયાને બાધ ભાવ ઠરાવીને જે નિષેધે છે તે મુખમાં કવળક્ષેપ કર્યા વિનાજ તૃપ્તિ વધે છે. જેમ સુધાતુરને કવળક્ષેપ વિનાતૃપ્તિ વળતી નથી. તેમ ક્રીયારૂચિજ્ઞાનીને ક્રિયા સેવ્યા વિના સરતું જ નથી. આક્રિયા વાદિત કેવળ કાયર, સ્વછંદી કે કદાગ્રહીજ છે
૫ ગુણવંતનું બહુમાન કરવાનું અમૂક યાદ કરવાથી. તથા નિષ્કપટ પણે સતક્રિયા સેવાથી ઉત્પન્ન થયેલે ભાવ પડતું નથી. અને નવો ભાવ પણ ઉત્પન્ન થાય છે.
૬ અભ્યાસ પે સેવામાં આવતી શુભ ક્રિયાથી થતિ તને પણ પુનઃભાવ વૃદ્ધિ થાય છે. - ૭ માટે ગુણની વૃધ્ધિ માટે અથવા ગુણમાં ખલના નહિં પામવા માટે શુભ ક્રિયા કરવી જ યોગ્ય છે. એક સરખી ગુણની ધારા તો કેવળ વીતરાગને જ હોય છે, છઘસ્થને હેતી નથી. માટે તેણે તેવી શુધ્ધ દશા પામતાં સુધી સતક્રિયાને અનાદર કરવો યોગ્ય નથી. ( ૮ શ્રી વીતરાગ પ્રભુનાં વચન અનુસાર સતક્રિયા સેવતાં અંતે અસંગ-ક્રિયાની પ્રાપ્તિ થાય છે. આ અસંગ ક્રિયા, આનંદમય એવી જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ છે.
તૃપ્તિ-અષ્ટક (૧૦) ૧ જ્ઞાના મૃતનું પાન કરીને, ક્રિયા કલ્પવેલી કૂળનું ભજન કરીને અને સમતા તાંબૂલને સ્વાદ લહીને મુનિ પરમ તૃપ્તિને પામે છે.
૨ સ્વગુણો વડેજ જે અખંડ અને અક્ષય તૃપ્તિ થતી હોય તો જેનાથી ક્ષણિક અને કેવળ કલ્પિત તૃપ્તિ થાય એવા વિષય–સુખનું જ્ઞાન લોકોને શું પ્રયોજન છે ? ' ૩ કેવળ શાંત રસના આ સ્વાદથી જે અતીંદ્રય સુખની પ્રાપ્તિ થાય છે તે રસ નેંદ્રિયદ્વારા પડ રસના આ સ્વાદનથી પણ થતી નથી. કેમકે એ કૃત્રીમ હોવાથી કલ્પિત છે-સહજ નથી.
૪ સંસારમાં સ્વમની પેરે માની લીધેલી–કલ્પિત તૃપ્તિ મિથ્યા છે. અને તત્વ જ્ઞાનીના (આત્મ) વિશે ઉલ્લાસને કરનારી તે તૃપ્તિ સાચી છે.
૫ પુદગલો વડે તૃપ્ત થાય છે અને આત્મા જ્ઞાનાદિક વફે તપ્ત થાય છે. માટે માટે જ્ઞાનીને પર પુદ્ગલથી તૃપ્ત થયાનું કોઈ રીતે યુકિત યુક્ત ગણાતું નથી.