Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
[૩૦૨
' કેન્ફરન્સ હેર :
[અકબર
મેહનપુર અને તેની આસપાસના શ્રી સતાવીશના પંચ-કેટલાક બારીક પ્રસંગોથી અમારા સતાવીશના પંચમાં બે તડ પડેલાં અને આશરે બે વર્ષથી પંચની ઐક્યતા તુટી ગઈ. પરિણામે વિરોધ વધી પડતાં તડ એકત્ર થશે એવી માન્યતા સ્વપ્નામાં પણ નહોતી પણ ઉપદેશક મિ. વાડીલાલે આવી ચતુર્યતાથી પંચના કેટલાક આગેવાનોને સમજાવી અત્રેના નામદાર દરબારશ્રીનાં પ્રમુખપણ નીચે સભા ભરી સંપ તથા કેટલાક હાનિકારક રીવાજો વિષે અસર કારક ભાષણ આપી અમને સંપથી થતા અખુટ ફાયદાઓથી વાકેફ કરી બંને તડને સંપ કરાવી આપે છે. તેથી આજે સતાવીશનું તમામ પંચ એકઠું થઈ આનંદથી ભેગું જગ્યું છે. અને અમારા સતાવીશના પંચે હાનિકારક રીવાજે પૈકી નીચેના ધારા ચોકસ પાળવા કબુલ કર્યું છે.
મી. વાડીલાલે અમારા પંચ વચ્ચે પડેલે વિરોધ મટાડી એકત્ર કરી દીધા છે તે ખરેખર તેમની સમયસૂચકતા તથા કાર્યદક્ષતાનું પરિણામ છે વળી તે સાથે તેમની વકતૃત્વ શકિતને માટે પણ અમારો ઉંચે મત છે. હાલ વરસાદની ઘણી જ તાણ હેવા છતાં સુકૃતભંડાર ફંડમાં રૂ. ૨૫ ની જ રકમ આપી છે. વળી બનતી સગવડે મી. વાડીલાલ જેવા ઉપદેશકને મોકલી અમને અમૃતરૂપી જ્ઞાનથી વાકેફ કરશે તા. ૫-૮-૧૧
મેહનપુર મુકામે હરસેલ વગેરે સતાવીશના પંચે કરેલા ઠરાવો. (૧) દારૂખાનું લગ્ન પ્રસંગે ફોડવું નહીં. [૨) પીછાંવાળો પોશાક વાપરે નહી. (૩) મરણ પછવાડે ઉઘાડી છાતીથી સ્ત્રીએ કુટવું નહીં (૪) લગ્ન પ્રસંગે નાક તાણવું નહીં તથા ગલાલ છાંટવો "હીં, કાપડું લુછવું નહીં, તળ છાંટ નહીં, તથા નવણનું પાણી રેડવું નહીં. (૫) શ્રીમંતની વાત કરવી નહીં. (૬) લગ્ન પ્રસંગે ફટાણું ગાવા નહીં. (૭) ટીનનાં વાસણ વાપરવાં નહીં. (૮), કચકડાનાં બટન વાપરવા નહીં. (૯) જેડાં નીચે નાળ કે ખીલીઓ નખાવવી નહીં (૧૦) પંચની બેઠકમાં હુકે બીડી પીવાં નહીં (૧૧) લગ્ન પ્રસંગે બળદ દેડાવવા નહીં (૧૨) હેળી પુજન કરવું નહીં તેમ તે દિવસે ભૂખ્યા રહેવું નહીં ને શ્રીફળ સેપારી નાખવું નહીં (૧૩) બંગડીઓ પહેરવી નહીં. આ
ઉપરના ઠરાવો સિવાય બીજા ઘણા ઠરાવ સતાવીશના પંચના ગામોને જ લાગુ પડતા કરવામાં આવ્યા છે પણ જગ્યાના સંકેચને લીધે અત્રે દાખલ કર્યા નથી.
આ વખતે પરાના શેઠ રામચંદ મુળચંદ, દેલવાડના શેઠ ભાયચંદ દલીચંદ - તુરના શેઠ નાનચંદ કસ્તુરચંદ તથા નેમચંદ ઉમેદચંદ, અહમદનગરના શેઠ તેજકરણ વેણીચંદ તથા હીરાચંદ કસ્તુરચંદ, સંગમનેરના શેઠ મોહનલાલ મોતીચંદ, ભુજાના શેઠ ધરમચંદ દેવચંદ તથા સાંકળચંદ અભેચંદ, શાહપુરના શેઠ ગણપત સુરચંદ, કણગલુ ના શેડ રામચંદ દીપચંદ, શાકેસના શેઠ નથુરામ અમુલખ, પીંપળવાડીના શેઠ પીતાંબર હાથીચંદ, વાડાના શેઠ દલીચંદ લીલાચંદ, પીપરીના શેઠ રાયચંદ હરીચંદ, શેઠ ખુશાલચંદ હકમચંદ શેઠ કરમચંદ હીરાચંદ તથા શેઠ વાડીવાલ જીવરામ આવેલા હતા. તેઓએ ૧ માસ સુધી રહી પંચનું તમામ ખર્ચ પોતે આપી સંપ કરાવવામાં ઘણું જ પરિશ્રમ