Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૪૨]
જૈન કેન્ફરન્સ હેરલ.
[નવેમ્બર
સાલ મુબારક”
કવાલી. જીવીને નિત્ય જગતમાં, કરે ઉપકારના કાર્યો; વધે ઋદ્ધિ અને કીતિ, મુબારક સાલ આ સહુને. ન આવે આપદા કદિએ, ટળે સંકટ સહુ તનના ચંદ્ર સમ શાંતતા થાઓ, મુબારક સાલ આ સહુને. દયા કરી દીન લેકેના, બધા કષ્ટ સદા કાપે; ધમેં પ્રીત બહ રાખે, મુબારક સાલ આ સહુને. રત્ન સમ પુત્રની પ્રાપ્તિ, કરે જે વૈભવે વૃધ્ધિ મહીમા માન બહુ પામે, મુબારક સાલ આ સહુને, ચંપા પુષ્પ સમી કીર્તિ, રૂડી મૈત્રી ભલી વિદ્યા; દયાના તત્ત્વ લઈ લેજે, મુબારક સાલ આ સહુને, ઘણું છે જગત બાગે, વિહરવા ખુબ શાંતિથી; કુટુંબના કષ્ટ સહ ટળજે, મુબારક સાલ આ સહુને, મંગળ માળ વર્તા, શાંતિનું રાજ્ય છવરાજે, હૃદય આશીષ એ આપે, મુબારક સાલ આ સહુને.
કે
૬
મથુરાને જૈન સ્તુપ અને અન્ય જૈન ઈન્ડોસ્કાઈથીઅન શિલાલેખ. महं मथुरा पुर्या यात्रा पार्श्व सुपार्श्वयोः। प्रभुःपरीतः पौरौधै श्चारणा रिवा करोत॥ जम्बूप्रभव मुरष्यानां मुनीन्तमिहस प्रभुः। ससप्तविंशति पम्वशती स्तूपान्प्रणे भिवान।
રીર સૌમાગ ૨૮-૨૪૨-૨૫૦ મથુરાનગરી પ્રાચીનકાળથી એક જૈન નગરી તરીકે પંકાએલી છે. આપણા શાસ્ત્રમાં મથુરાની પ્રાચીનતા અને તેની જૈન ધર્મોકિતતા સ્થાને સ્થાને જોવામાં આવે છે. આ બાબત જે કંઈ પણ સંદેહ હોય તે તે દુર કરવાને તેમાંથી બેદી કાઢેલા પ્રાચીન દેવનિર્મિત સ્તુપના ખંડિયો અને તે ઉપરના લેખે જ છે. ફહરને મથુરાના કંકાલીના ટેકરામાંથી મળી આવ્યા હતા તે પર્યાપ્ત છે. સર અલેકઝાંડર કનીંગહામની મથુરાની પ્રથમ મુલાકાતમાં તેમને કંઈ પણ ઐતિહાસિક અગત્યતાનું પ્રાપ્ત થયું ન હતું. [Archaceological report vol. 1] બીજી વખત જ્યારે તે મથુરા ગયા ત્યારે તેમને બાધ, જૈન અને વૈદિક ધર્મનુયાયિઓની અતિશય અગત્યની મૂર્તિઓ, સ્તૂપના કઠેરાઓ, તરણે