Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 380
________________ અત્રેના આગેવાન ગ્રહસ્થોએ “દુકાળ નિવારણ ફંડ” ની શરૂઆત કરી તેમાં આશરે બસે પીઆ ભરાવાની વકી છે. આવા નિઃસ્વાર્થી કોઈપણ ધર્મને આંતર રાખ્યા વિના સરલ નીતીન તથા ધર્મને ઉપદેશ કરનાર ઉપદેશકેની આવા દુષ્કાળના વખતમાં ખાસ જરૂર છે તેમાંની આ એક છે એવું મારું માનવું છે. - વાસણા કેલીઆ ઉપદેશક મી. અમતલાલ વાડીલાલે અહીં આવી કોન્ફરન્સના હેતુઓ ઉપર ગામના મુખી મતાદાર, નિશાળના માસ્તરો, પાટીદાર ભાઈઓ વગેરે સમક્ષ ભાષણ આપ્યાં હતાં. તેમાં પણ હાલ ચાલતા ભયંકર દુષ્કાળને માટે પોતાના ગામના નિરાશ્રિત તેમજ ઢોરને માટે એક ફંડ કરવા ભાષણ આપ્યું હતું. અત્રે ગામ તરફથી આશરે બે હજાર રૂપીઆની ધર્માદા ખાતામાં સિલિક છે. તેથી દરેક ગરીબ માણસનો સારો બંદોબસ્ત રાખવામાં આવે છે આવી રીતે કેન્ફરન્સ તરફથી ઉપદેશકો ફરતા રહેશે તો જન ધર્મની જાહો જલાલી દિન પરદિન વધતી જશે તેમજ કોન્ફરન્સ તરફ વિશેષ ભાવ થશે. હેડમાસ્તર ગોવીદરામ સેવકરામ-લખે છે કમી અમૃતલાલે તમામ આગેવાન સમક્ષ અસરકારક ભાષણ આપ્યાં હતાં. આથી શ્રોતાઓના મન ઉપર સારી અસર થઇ હતી. લકામાં દયાની લાગણી ઉશ્કેરાઈ હતી. અને ગામમાં જે કુટુંબો દુષ્કાળથી પીડાતા હોય તેને અનાજની મદદ આપવા કેટલાએક સખી ગ્રહસ્થોએ ઈછા બતાવી હતી. મી. અમ્ર તલાલ એક બાહોશ, સારી વકતૃત્વ શકિત ધરાવનારા ખંતિલા ઉપદેશક છે. આવા સમયમાં આ ફરતા ઉપદેશકની ખાસ જરૂર છે. તેઓ પોતાની કેમ ઉપરાંત બીજાઓની દયાની લાગણી પણ તાજી કરે છે. તે બાબત તેમને ધન્યવાદ ઘટે છે આવા નિવાથી ઉપદેશથી જનસમુહમાં સુધારો થઈ શકે એવું અમારું નમ્ર મત છે. ' કેટ–ઉપદેશક શ્રી અમૃતલાલે અહીં આવી બીજે દિવસે મુનિ મહારાજ શ્રી હર્ષ વિજયજીના વ્યાખ્યાનમાં આત્મા ઉપર ભાષણ આપ્યું હતું. ત્રીજે દિવસે કન્યાવિક્રય તથા હાનિકારક રિવાજો વિષે વિવેચન કરવામાં આવ્યું હતું. ચોથે દિવસે સ્ત્રી કેળવણીને ધર્મ ઉપર ભાષણ આપવામાં આવ્યાં હતાં. આ વખતે દરેક દિવસે સ્કુલના હેડ માસ્તર તથા અન્ય કોમના સંગ્રહસ્થોએ હાજરી આપી હતી. મહેતાજી રામાભાઈ રણછોડભાઈ લખે છે કે–ઉપદેશક મીત્ર અમ્રતલાલના ભાષણની અસર આ ગામની ઘણી જ્ઞાતી ઉપર થએલી છે તે ખાતે તેઓ શ્રીને આ ગામ ખાતેથી અભિનંદન અને આ સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ આવા પ્રયાસ કરવા માટે કોઈ પણ ધર્મનો ભેદભાવ રાખ્યા સિવાય ઉપદેશકે દ્વારા લાભ આપે છે તેથી અમે તેમને ઉપકાર માનીએ છીએ. ગાંગડ–ઉપદેશક મીત્ર અમ્રતલાલ વાડીલાલે અમારા ગામમાં આવી ધાર્મિક ભાષણો મેહેરબાન ઠાકોર સાહેબ જીવનસીંહજી જસવંતસીંહજી સાહેબના પ્રમુખપણું નીચે ગામ લોકોની સમક્ષ પરમાર્થ, દયા, સંપ વગેરે વિષયો ઉપર અસરકારક રીતે આપ્યાં હતાં. તેમના ભાષણોની અસર થાતાવર્ગ ઉપર સારી થઈ હતી. મી. અમૃતલાલ એ એક નાની ઉમરના ઉપદેશક છતાં દરેક વિષયનું ઘટતી રીતે સમર્થન કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412