Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 387
________________ ૧૯૧૧] આધારે જન પડિયા સિદ્ધ [૩૫૯ ગૃહસ્થ હોય તેથી તેમને કહેવા જઈએ તે ઉલટે વધારે દ્વેષ પ્રાપ્ત થાય એટલે જ્ઞાનવાનને પણ મુંગા બેસવું પડે છે. પૈસા આપનાર માણસ તો પૈસા જ્ઞાનમાં ખરચવા આપે છે તે છતાં તે પૈસા ન ખરચવાથી તેમને વિશ્વાસ ઉઠી જાય છે. આવી ખબર પડવાથી જે પૈસાના ખરચનાર હોય છે તે પણ જ્ઞાનના કામમાં ખરચતા નથી ને કહે છે જે જ્ઞાનના પૈસા અમે આપીએ તે એમને એમ પડ્યા રહે છે. આમ વિચાર લાવી જ્ઞાનમાં પૈસા ખર્ચતા અટકે છે આવા અનેક કારણોથી પૈસા ખરચાવા બંધ થયા છે. પિસા સાત ક્ષેત્રમાં ખરચવાના છે તેમાં છ એ ક્ષેત્રને ઓળખાવનાર જ્ઞાન છે માટે જ્ઞાન જેવું કંઈ પણ ક્ષેત્ર નથી. મરણ વખત લોક માન પ્રતિષ્ઠાને અર્થે લાખો રૂપીઆ શુભ કામમાં વાપરે છે પણ રાનમાં વાપરતા નથી. આત્માથીએ તેમ કરવું જોઈએ નહિ. બનતા લગી જ્ઞાન ખાતામાં વિશેષ રકમ વાપરવી તે સૈાથી ઉત્તમ છે. . જ્ઞાનના જુના ભંડાર છે તેમાં કેટલાએક ભંડાર એવા શેઠીઆ તથા સાધુઓ પાસે છે કે કોઈ વાંચવા માગે તો એક પાનું પણ આપતા નથી ને પુસ્તક ખવાઈ-સડી જાય છે, હવે એ પુસ્તકથી તે કાંઈ ઉપકાર થનાર નહિં. વળી કેટલાંએક ભાગ્યશાળીના હાથમાં છે તે પુસ્તક આત્માર્થિને ઉપયોગમાં આવે છે પણ્ સવ વસ્તુની કાળ સ્થીતિ છે માટે એને પણ વધારે કાળ થવાથી નાશ થવાનો સંભવ છે. ત્યારે જે નવાં નવાં લખાતાં જતાં હોય તેજ આગળ પાછળ એમને એમ ચાલ્યા કરે, પણ તેમ ન થાય તે હાલમાં પણ કેટલાએક શાસ્ત્રનાં નામ છે પણ તે પુસ્તક મળતાં નથી, કેટલાંક અધુરાં પુસ્તકો છે, કેટલાએક પુસ્તકને ઉધઈ ખાઈ ગઈ છે ને છર્ણ થયા છે એમ બન્યુ છે. વળી એવું કેઈપણ સ્થાન નથી કે સર્વ પુસ્તક એક જગ્યાથી મળી શકે. માટે આત્માર્થીએ તે જેમ બને તેમ શીનમાં ખરચ કરી સર્વ પુસ્તકે એક ઠેકાણેથી નીકળે એમ કરવું જોઈએ - આ કામ મેટા ધનવાન-પૈસાદારનું છે અગર તે ઘણું માણસ મળી કરે, અગર તે જ્ઞાનના પૈસા હોય તેમાંથી કરે, અગર જ્ઞાન ખાતે કેન્ફરન્સ ઓફીસને પૈસા આપી ના ખાતાના કાર્ય અંધ મૂકાયેલ શરૂ કરી, આવા વિચાર જેને જ્ઞાન થવાનું નિકટ હશે તેને સૂઝશે. " "" : * : he is : પના કકન કલેજના, રીપેર્ટના ૪૭૭ પાનામાં ફકત પુસ્તકે-ગ્રંથની અનુક્રમણિકા આપેલ છે તેમા લગભગ ૬૫૦૦ પ્રથ-પ્રતો એકઠી કરેલ જણાય છે. આ પ્રમાણે આપણા તરથી તેવી કોલેજ કે જેમાં બીજા ધર્મના નહિ તે છેવટ જૈન ધર્મનાં તમામ પુસ્તકો એક જગ્યાએથી જેને જોઈએ તેને મળે તેવો બંદોબસ્ત કરવા જૈન સખી ચૂડ. સ્થાને વિનંતિ છે.

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412