Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[નવેમ્બર
વકતાપુર—ઉપદેશક મી॰ વાડીલાલે આ ગામે આવી ઉપાશ્રયમાં ધર્મ પર શ્રધા રાખવા તથા ભક્તિ કરવા સબંધી દાખલા દલીલેાથી ભાષણ આપ્યું હતું. તેની અસર એવી તેા થઇ હતી કે અન્યગ્રહસ્થાને પણ સતેાષ થયા હતા. બીજે દિવસે થાણુદાર સાહેબ લલ્લુભાઇના પ્રમુખપણા નીચે સપ તથા કન્યાવિક્રય વિષે ભાષણા આપતાં કન્યાવિક્રય નહીં કરવા થાણુદાર સાહેબ રૂબરૂ પ્રતિજ્ઞાઓ થઇ હતી. અનુમેદનમાં ચાણદાર સાહેબે સારી પુષ્ટી આપી હતી. ભાષણ કર્તા પોતાના તન મનથી પરિશ્રમ લેવામાં બાકી રાખતા નહાતા. કેન્ફરન્સ આવા ધર્મ ઉપદેશક ફેરવી ધર્મની જાગૃતી કરવા જે તજવીજ ભાષણદ્દારાએ કરાવે છે તે પાર પાડવા સામ થાએ એમ અમે જૈન સંધ ઇચ્છીએ છીએ. કાન્ફરન્સ દિનપર દિન વૃદ્ધિ પામેા અને દેશ સુધારા માટે આવા નર રત્નો જૈત કામમાં ઉત્પન્ન થાએ એમ અમે જૈન સંધ આશા રાખીએ છીએ.
૩પર]
કામદાર મેહનલાલ ખાદરચદ લખે છે કે ઉપદેશક મી૰ વાડીલાલે સારી રીતે હકીકતા સમજાવી ભાષણા આપી કેટલાકના મનને ધણી અસર કરી છે. આ પ્રમાણે થવાથી ભવિષ્યમાં સારા પાયા ઉપર આવે તેના માટે પુરતા પ્રયાસ કેન્ફરન્સ તરફથી લેવામાં આવે છે તેના માટે પુરતા ઉપકાર માનુ છુ. તા॰ ૨૫-૯-૧૧ વકતાપુર.
જામળા—ઉમેદવાર ઉપદેશક મી॰ પુંજાલાલે હાનિકારક રિવાજો વિષે ભાષણ આપતાં તમામ લોકોના મન ઉપર સારી અસર થઈ હતી. ઘણા જણે ભ્રષ્ટ ખાંડ ન વાપરવા તથા ખીડી હોકા ન પીવા પ્રતિજ્ઞા કરી હતી. બેનેએ પણ ફટાણાં ન ગાવાં તથા બંગડીઓ નહી પહેરવા નક્કી કર્યું હતું. સદરહુ ઉપદેશકના ભાષણથી ઘણી સારી અસર થઇ હતી. આવા ઉપદેશકેા વરસમાં વધારે વખત આવે તે। આભાર માન. મી॰ પુંજાલાલની ખેાલવાની તેમજ ભાષણુની ઢબ સારી છે વળી માણસ ઉત્સાહી ને ઉમંગી છે.
કુકડી-ઉપદેશક મી॰ પુંજાલાલ પ્રેમચ ંદે આ ગામે આવી નામદાર ઠાકર સાહેબ દિપસીંહજીના પ્રમુખપણા નીચે નિશાળમાં સભા ભરી “ અહિંસા પરમો ધર્મ ઉપર ભાષણું આપ્યું હતું. તેમાં ગામના મુત્સદી વર્ગ તથા વાણિયા બ્રાહ્મણ વગેરે સર્વે કામાએ સારો ભાગ લીધેા હતેા. છવિહંસા ન કરવા તથા માંસ ભક્ષણ ન કરવા શાસ્ત્રાધાર દાખલા દષ્ટાંતા આપી સાખીત કરી આપ્યું હતું. સ્કુલ માસ્તર જેચંદ મગનલાલે પણ કેટલુંક વિવેચન કર્યું હતુ. અને બ્રાહ્મણ્ણાએ સારા મત આપ્યા હતા. તેથી સારી અસર થઇ હતી આમ ઉપદેશકે ચાલુ રહેશે તે દશેરા ઉપર થતા પશુવધ અટ શે એમ અમારૂં' સધનુ' માનવુ છે. કાન્ફરન્સ જેવી સંસ્થા હંમેશને માટે કાયમ રહે તેવી અમારી વિનતી છે.
મુડેટી તામે ઇડરના ઠાકેાર સાહેબ લક્ષ્મણસ હજી વગેરેના પત્ર. ઉપદેશક મી॰ વાડીલાલ સાંકળચ'દે આવી અત્રેના ઢાકાર સાહેબ શ્રી લક્ષ્મણસ હુજી દ્રભાણજી સાહેબના પ્રમુખપણા નીચે ભાષણા આપ્યાં આ વખતે ડાકાર સાહેબના