Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જન કેન્ફરન્સ હેરલ્ડ.
[ નમ્બર
રાજદ્વારમાં આવી ચડેલા પેલા જિનધર્મ નામના વણિક કુમારને જોયો. તેને જોતાંજ પૂર્વ જન્મના વૈરથી અગ્નિશર્મા રૂપનાં નેત્ર રોષથી રાતા થઈ ગયાં. તત્કાલ અંજલિ જેડી પાસે ઉભેલા હરિવહન રાજા પ્રત્યે તે બે--“હે રાજા! આ શ્રેષ્ઠીના પૃષ્ઠ ભાગ ઉપર અતિ ઉષ્ણ દૂધપાકનું પાત્ર મૂકીને જે ભોજન કરાવશે તો હું ભજન કરીશ, અન્યથા કરીશ નહીં.”રાજાએ કહ્યું–બીજા પુરૂષના ઉપર થાળ મૂકીને હું તમને ભોજન કરાવીશ. આ પ્રમાણે રાજાનાં વચન સાંભળીને તે ત્રિદંડી #ધ કરીને ફરીવાર બે –“આ પુરૂષનાજ પૃષ્ઠ ઉપર અતિ ઉષ્ણ દૂધપાકનું પાત્ર મૂકીને જ હું ભોજન કરીશ, નહીં તે અક્રતાર્થપણે આવ્યો તેમ ચાલ્યો જઈશ.” રાજા તેને પરમ ભક્ત હતા, તેથી તે તેમ કરવાને કબુલ થયે જૈન શાસનથી બાહ્ય એવા પુને વિવેક કયાંથી હોય? પછી રાજાની આજ્ઞા થવાથી તેણે પૃષ્ઠ ભાગ . તેની ઉપર ઉષ્ણ ભોજન મુકીને તે ત્રીદંડી ભજન કરવા લાગ્યો. દાવાનળને હાથી સહન કરે તેમ જિનધર્મ કુમારે પાત્રના તાપને સહન કર્યો અને મારા પૂર્વ કર્મનું આ ફળ છે તે કર્મ આ મિત્રના વેગથી ત્રુટી જાઓ એમ ચિરકાળ ચિંતવન કરતે તે કુમાર સ્થિર રહ્યા. જ્યારે તે ત્રિદડી જમી રહેવા આવ્યો તે વખતે તેની ઉષ્ણતાથી ઉછળેલા રૂધીર, માંસ અને ચરબીના રસથી તે પાત્ર કાદવ પરથી સરી પડે તેમ કુમારના પુષ્ઠ ઉપરથી લપસી પડયું. ત્યાંથી પોતાને ઘેર આવીને પોતાના સંબંધવાળા સર્વ લોકોને બોલાવી જીન ધર્મમાં વિચક્ષણ એવા જનધર્મ કુમારે પિતાનું સર્વ દુષ્કૃત્ય ક્ષમાવ્યું. પછી ચિત્યપૂજા કરી, મુનિ પાસે આવીને તેણે યથા વિધિ દીક્ષા ગ્રહણ કરી. પછી નગરમાંથી નીકળી, પર્વતના શિખર ઉપર ચડીને પૂર્વ દિશાની સામે પૃષ્ઠભાગ ખુલ્લો રાખીને તેણે કાર્યોત્સર્ગ કર્યો. તે વખતે રૂધિરભય તેના પૃષ્ઠને ગીધ અને કંક પક્ષીઓ ચાંચથી ચુંથતા હતા, તથાપિ તેણે બીજી દિશાઓની સામે પણ કાર્યોત્સર્ગ ધારણ કર્યો. એ પ્રમાણે નવકાર મંત્રના ધ્યાનમાં તત્પર રહી એવી પીડા સમ્ય પ્રકારે સહન કરતો જનધર્મ કુમાર મૃત્યુ પામીને સાધમ કલ્પને વિષે ઈદ્ર થયો. પેલો ત્રીદંઠી મૃત્યુ પામી અભિયોગિક કર્મ વડે ઇંદ્રનો ઐરાવત નામે હાથી થયે, પછી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી આવીને તે ત્રીદંડીને જીવ કેટલાક ભવમાં ભ્રમણ કરી અસિત નામે યક્ષરાજ થયો.
સનકુમારને જન્મ. આ જંબુદ્વીપમાં કુરૂજાંગલ દેશને વિષે હરિતનાપુર નામે નગર હતું. તે નગરમાં અની સેનાથી પૃથ્વી મંડળને આચ્છાદાન કરનાર અને મંગળવડે શત્રુઓના મંડલને જીતનાર અશ્વસેન નામે રાજા હતે. ગુણુ રૂ૫ રનના રેહણાચળરૂપ તે રાજામાં દૂધમાં પુરાની જેમ દેશની એક કણી પણ ન હતી, “મને આ તૃણ સમાન ગણે છે. એવું ધારીને સિભાગ્ય મેળવવાની ઈચ્છાએ લમી અસિધારાવ્રત કરવાને માટે તેની પાસે સ્થિર થઈ રહી