Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
સનકુમારનું અશ્વ સહિત અદશ્ય થવું.
[૩૨૯
હતી, યાચકોને આવતાં જોઈ તેને અતિશય હર્ષ પામ અને પિતાની આપવાની ઇચ્છાના અનુમાનથી જે તે થોડી યાચના કરે તે તેના મનમાં ખેદ થતો હતો. તેને સહદેવી નામે મહારાણી હતી, તે રૂપથી જાણે પથ્વી પર કોઈ દેવી આવેલ હોય તેવી જણાતી હતી હવે પહેલા દેવલોકમાં ઇદ્ર સંબંધી લક્ષ્મી ભોગવીને જિનધર્મ કુમારને જીવ તે સહદેવીના ઉદરમાં અવતર્યો. તે વખતે સહદેવીએ હસ્તી વિગેરે ચાદ મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતા જોયાં. અનુક્રમે પ્રસવ સમય આવતાં અદ્વિતીયરૂપ વૈભવવાળા જાતિવંત સુવર્ણના જેવી કાંતીવાળા અને સર્વ લક્ષણે પરિપૂર્ણ એક કુમારને તેણે જન્મ આપ્યો, અશ્વસેન રાજાએ જગને આનંદ આપનારા મોટા ઉત્સવથી તેનું સનકુમાર એવું નામ પાડયું. સુવર્ણના છેદ જેવા ગાર અંગવાળે એ બાળક બાલચંદ્રની જેમ લેકેનાં નેત્રને પ્રસન્ન કરતે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. એક રાજાના ઉસંગમાંથી બીજા રાજાના ઉસંગમાં એમ સંચરતે તે કુમાર એક કમળથી બીજા કમળ ઉપર ફરતા હંસની જેવો શોભતે હતો. તે બાળક છતાં પણ અપ્રતિમ રૂપ વડે જોતાંજ સ્ત્રીઓના
ત્રને અને મનને હરી લેતે હતે. સર્વાગ યુકત શબ્દ શાસ્ત્રી અને બીજા સર્વ જ્ઞાનનું માત્ર ગુરૂના મુખમાંથી નીકતાંજ એક ગંડૂષની લીલાએ તેણે પાન કરી લીધું. રાજ્ય લક્ષ્મીના ભુવનના સ્તંભરૂપ એવાં શત્રશાસ્ત્રી અને અર્થ શાસ્ત્રો જાણે બીજા ભુજ સ્તંભ હોય તેમ તેણે ગ્રહણ કરી લીધાં. નિર્મળ કલાનિધિ (ચંદ) ની પેઠે અનુક્રમે વધતા એવા તેણે એક લીલા માત્રમાં બીજી સર્વ કળાઓ પણ ગ્રહણ કરી લીધી.
પછી મર્યલેકમાંથી જેમ સ્વર્ગને પ્રાપ્ત કરે, તેમ તે સાડીએકતાળીસ ધનુષ્ય ઉચી કાયાવાળા થઈ શિશુવયમાંથી વનવયમાં પ્રાપ્ત થયાઃ
સનકુમારનું અશ્વસહિત અદશ્ય થવું. તે સનકુમારને કાલિંદીસરને પુત્ર મહેન્દ્રસિંહ નામે એક પરાક્રમી વિખ્યાત મિત્ર હતો. એક વખતે વસંત રૂતુ પ્રાપ્ત થતાં સનકુમાર તે મહેન્દ્રસિંહ ની સાથે મકરંદ નામના ઉદ્યાનમાં કૌતુકથી ક્રીડા કરવા ગયો. નંદન વનમાં દેવકુમારની જેમ તે ઉદ્યાનમાં સનકુમારે મિત્રની સાથે વિચિત્ર પ્રકારની ક્રીડાઓથી ક્રીડા કરી તે વખતે અશ્વસેન રાજાને ભેટ તરીકે પાંચ ધારામાં ચતુર અને સર્વ લક્ષણે લક્ષિત એવા અનેક અવે આવેલા હતા તેમાંથી જલતરંગની જેવા ચપલ જલધિકલેલ નામે એક અશ્વ તેમણે સનકુમારને અપણ કર્યો. તે અશ્વને જેનાંજ કુમાર બીજી ક્રિીડાં તજી દઈને તેના પર આરૂઢ થયો. કારણ કે રાજપુત્રને સવે જૈતુક કરતાં હાથી ઘોડા સંબંધી અધિક કૌતુક હોય છે. એક હાથમાં ચાબુક અને બીજા હાથમાં લગામ લઈને પલાણરૂપ આસનને સ્પર્શ કર્યા વગર બેઉરૂવડે પ્રેરીને તેણે અશ્વને ચલાવ્યો. તત્કાળ ચરણ વડે પૃથ્વીને સ્પર્શ પણ કર્યા સિવાય આકાશમાંજ ચાલતો તે અશ્વ જાણે સૂર્યના ઘડાને જેવા ઇચ્છતા હોય તેમ વેગથી દડો. જેમ જેમ કુમાર તેને લગામથી ખેંચવા લાગે તેમ તેમ વિપરીત શિક્ષાવાળે તે અશ્વ