Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧ ] અસાર સંસાર સંબંધી વિકમયશા રાજાને થએલ વિચારે. [૩૨૭
હતું, પડવાથી ભાંગી ગયેલા પક્ષીના ઇંડાની જેમ તેને ચારે બાજુએ કીડીઓ વળગી હતી, અને તેમાંથી દુર્ગધ નીકળ્યા કરતી હતી. આવું વિષ્ણુશ્રીનું શરીર જોઈ, રાજા વિક્રમયશા વિરક્ત થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગે.
અસાર સંસાર સંબંધી વિકમયશા રાજાને થયેલ વિચારે.
હે આ અસાર સંસારમાં કાંઈ પણ સારી વસ્તુ નથી. આવા અસાર સ્ત્રી દેહમાં સાર બુદ્ધિ વડે ચિરકાલ મેહ પામેલા એવા મને ધિક્કાર છે. હળદરના રંગની જેવા આ હાર્ય ગુણવાળી સ્ત્રીઓથી પરમાર્થવેત્તા પુરૂષનું મન જ હરણ થતું નહીં હોય, બાકી તે સર્વ પુરૂષના મન હરણ થાય છે. વિષ્ટા, મુત્ર, મળ, શ્લેષ્મ, માંસ, મજજા અને અસ્થિથી પૂર્ણ તેમજ નસોથી ગુંથેલી એવી સ્ત્રીઓ ચર્મ (ચામડી) વડે મઢેલી હોવાથી માત્ર બહારથી રમણીય લાગે છે, પણ સ્ત્રીના શરીરને જે અંદર અને બહાર વિપર્યાસ થઈ જાય અર્થાત અંદર છે તે બહાર આવે ને બહારનું અંદર જાય તે તે ગીધ અને શિયાળને જ પ્રીતિવાળું થઈ પડે તેમ છે. કામદેવ જે સ્ત્રી રૂપ શસ્ત્ર વડે આ જગતને જીતે છે, તો પછી જે તુચ્છ પીંછાનું શસ્ત્ર ગ્રહણ કરે તેને મૂઢ બુદ્ધિવાળો સમજ. સંકલ્પમાંથી ઉત્પન્ન થનારા એ કામદેવે અહા! આ બધા વિશ્વને હેરાન કરી દીધું છે, તેથી તેનું મૂળ જે સંકલ્પ તેને હું ત્યાગ કરી દઉં.”
આ પ્રમાણે વિચારી સંસારથી વિરક્ત થયેલા મોટા મનવાળા વિક્રમયશા રાજાએ સુવ્રતાચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. પછી પિતાના દેહ ઉપર નિઃસ્પૃહ થઈ, એક બે અને મારા ઉપવાસ વિગેરે તપસ્યા કરી. સૂર્ય જેમ કિરણોથી જલને શેષે તેમ તેણે પિતાના શરીરને શોધવી નાખ્યું. એ પ્રમાણે દુસ્તપ આચરી કાલગે મૃત્યુ પામી તે સનકુમાર દેવલોકમાં શ્રેષ્ઠ આયુષ્યવાળા દેવતા થયા. દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી આવી રત્નપુર નામના નગરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિ પુત્ર થયા. એ શ્રેષ્ઠિ કુમાર બાળપણથી જ જેમ સમુદ્ર મર્યાદાને પાળે તેમ બાર પ્રકારના શ્રાવક ધર્મને પાળતા હતા, આઠ પ્રકારની પૂજા વડે તીર્થકરોની આરાધના કરતો હતો, એષણીય વિગેરે ધનથી મુનિરાજને પ્રતિલાભો હતો અને અસાધારણ વાત્સલ્ય ભાવથી સાધર્મિક જનેને દાનવડે પ્રસન્ન કરતો હતો. આ પ્રમાણે તેણે કેટલાક કાળ નિર્ગમન કર્યો.
આ તરફ નાગદત પ્રિયાના વિરહથી દુઃખી થઈ, આર્ત ધ્યાન વડે મૃત્યુ પામી તિર્યંચ નિમાં પરિભ્રમણ કરવા લાગે. અનુક્રમે ચિરકાળ સંસારમાં ભમી સિંહપુર નામના નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણને પુત્ર થશે. કેટલેક કાળે ત્રિદંડીપણું ગ્રહણ કરી અજ્ઞાન તપમાં તત્પર થઈ ફરતે ફરતે રત્નપુર નગરે આવે તે નગરમાં હરિવહન નામે અન્યધર્મી રાજા હતિ તેણે તે ત્રિદંડી પરિવ્રાજકને નગરમાં આવેલા સાંભળીને પારણાને દિવસે પોતાને ત્યાં આવવા નિમંત્રણ કર્યું ત્યાં આવેલા અગ્નિશર્મા સન્યાસીએ દૈવયોગે